Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
જાય ત્યારે હઉ થયુંસર્યું-બસ’ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારે તેને કહે કે હે ભગવંત! હઉં-બસ” એમ કેમ કહો છે? પછી લેનારો ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષુને દૂધ વગેરેને આપનારો ગૃહસ્થ કદાચ કહે કે હે આર્ય! તું લઈ જા. પછી તે ખાજે અથવા પીજે. એ રીતે વાતચીત થઈ હોય તો તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બાને વધારે લેવું ને ખપે.
૨૩૯ વર્ષાવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કલે કરેલાં હોય છે; જે કુલ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે, તે કુલેમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બેલવું ને ખપે હે આયુષ્મત! આ અથવા આ તારે ત્યાં છે?
પ્રહ–હે ભગવંત! “તેમને એમ બેલવું ને ખપે એમ શા માટે કહો છો?
ઉ૦-એમ કહેવાથી શ્રદ્ધાવાળો ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે–ખરીદે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે.
- ૨૪૦ વષવાસ રહેલા નિત્યજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પિસવું ખપે; પણ સરત એ કે, જે આચાયૅની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયના સેવાનું કારણ ન હોય, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એ નાને ભિક્ષુ કે શિક્ષણ ન હોય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તે ભિક્ષ નાનું હોય કે ભિક્ષુણી નાની હોય તે પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે.
1. ૨૪૧ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનાર ભિક્ષને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સાર નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભેજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભેજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ પેસવું ખપે.
૨૪૨ વર્ષાવાસ રહેલા છ ભક્ત કરનારા ભિક્ષુને ગેચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પિસવું ખપે.