Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ક ૧૩૬ શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની-શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સંપદા હતી.
૧૩૭ શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણ ચતુર્દશપૂર્વધની-ચૌદપૂર્વીઓની -ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૮ શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસે અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૩૯ શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસે કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૦ શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૧ શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચ વિપુલમતિ જ્ઞાની શ્રમણની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચાર વાદીઓનો એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી.
૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્ય સિદ્ધ થયા યાવત તેમનાં સર્વદુ:ખો છેદાઈ ગયાં-નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસે શિખ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી.
૧૪૪ શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનાર એવા આઠસો અનુત્તરૌપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસે મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા.
૧૫ શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્નકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકૃતભૂમિકા એટલે જે લોકે અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એને શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લેકે મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા