Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 431
________________ * પ્રાચીનગેત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરે અંતેવાસી હતા, તે જેમકે, ૧ સ્થવિર ગદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર ચદત્ત, અને ૪ સ્થવિર સોમદત્ત. આ ચારે સ્થવિરે કાશ્યપગોત્રી હતા. કાશ્યપગેત્રી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યું. તે ગાણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૪ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખખ્ખડિયા. ૨૦૮ મારગોત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે, . ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર, અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજજુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. માઠરગેત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રીસમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. તે જેમકે, ૧ ચક્ષા, અને ૨ યક્ષદત્તા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભૂતદત્તા, અને ૫ સેણા, ૬ વણા, ૭ રેણાઃ આ સાતે સ્થૂલભદ્રની બહેન હતી. ૨૦૯ ગાતમોત્રી આઈ સ્થૂલભદ્ર સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ બે સ્થવિરે અંતેવાસી હતાઃ તે જેમકે; એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિગોત્રી સ્થવિર આર્ય સુહસ્તી. એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસ્સહ, ૩ સ્થવિર ધણ, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિન્ન, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ત, ૮ વડલૂક કેશકોત્રી સ્થવિર રોહગુપ્ત. કેશિકત્રિી સ્થવિર ષડુલૂક રહસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિરૂહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણુ નીકળ્યો. તેની આ ચાર .શાખાઓ આ પ્રમાણે કહેવાય છે તે જેમકે ૧ કોલંબિયા, ૨ ઈત્તિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી.

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458