Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 432
________________ ૨૧૦ વાસિગોત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર આર્ય રેહણ, ૨ અને જસભદ્ર, ૩ મેહગણી, અને ૪ કામિડિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રહગુપ્ત, ઈસિગુત્ત, ૧૦ સિરિગુત્ત, અને ૧૧ ખંભગણી તેમ ૧૨ સોમણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણુધરે, એઓ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાશ્યપગોત્રી સ્થવિર આર્ય રહણથી ત્યાં ઉદ્દેહગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કલે નીકળ્યાં એમ કહેવાય છે. ' પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે? - ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ઉદ્બરિજિયા, ૨ માસપૂરિઆ, ૩ મઈપત્તિયા, ૪ પુણપત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવ-હવે તે ક્યાં ક્યાં કુલે કહેવાય છે? ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, પહેલું નાગભૂય, અને બીજું વળી સોમભૂતિક છે, ઉલગછ નામનું વળી ત્રીજું, હFલિજ નામનું તે ચોથું, પાંચમું નંદિજજ, છમ્ વળી પારિહાસય છે અને ઉદેહગણનાં એ છે કુલે જાણવાનાં છે. ૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિગુરથી અહીં ચારણગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલ નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ? ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ હારિમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગધુયા, ૪ જજનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવે-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે? ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે પ્રથમ અહીં વલ્વલિજજ, બીજું વળી પીઈમિઅ છે, ત્રીજું વળી હાલિજજ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજજડય છે. સાતમું કહસહ, ચારણગણનાં આ સાત કુલ છે. ૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર-હવે તે કઈ કઈ શાખાઓ ?

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458