Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ચંધિજિજયા, ૨ દિજિયા, ૩ કાકદિયા, ૪ મેહલિજિજયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રહ–હવે તે કયાં કયાં કુલે કહેવાય છે?
ઉ-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ભજસિચ, તથા ૨ ભદ્દગુત્તિય અને ત્રીજું સભઃ કુલ છે. અને ઉડુવાડિયગણુનાં એ ત્રણ જ કુલે છે.
૨૧૪ કુંડિલગોત્રી કામિડિ વિરથી અહીં વસવાડિયગણ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ સાવસ્થિયા, ૨ રજાજપાલિઆ, ૩ અંતરિજિયા, ૪ એલિજિજયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્ર-હવે તે ક્યાં ક્યાં કુલો કહેવાય છે?
ઉ૦-કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિચ, ૨ મહિય, ૩ કામગિ અને તેમ ચોથું ઈદપુરગ કુલ છે. એ તે વેસવાડિયગણુનાં ચાર કુલ ( ૨૧૫ વાસિગોત્રી અને કાકંદક એવા ઈસિગુપ્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રહવે તે શાખાઓ ફઈ કઈ?
ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવિજિજયા, ૨ ગાયમિજિયા, ૩ વાસિદ્રિા અને સરટ્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્ર-હવે તે ક્યાં કયાં કુલે કહેવાય છે? | ઉ-કેલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ ઈસિગત્તિય કુલ, બીજું ઈસિદત્તિય કુલ જાણવું, અને ત્રીજું અભિંજસંત. માણવગણનાં ત્રણ કુલે છે.
૨૧૬ કેટિક કાકંદક કહેવાતા અને વડ્યાવચ્ચગેત્રી સ્થવિર સુટ્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કોડિયગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવહવે તે કઈ કઈ શાખાઓ?
ઉ૦-શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ્જાહરી, ૩ વઈરી અને ૪ મજિઝમિલા. કટિકગણની એ ચાર શાખાઓ છે. તે શાખાઓ કહેવાઈ