Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ટગોત્રી સ્થવિર મિડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોરિઅપુત્રે સાડા ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગાતામગોત્રી સ્થવિર અકંપિત અને હારિતાપનગોત્રી સ્થવિર અચલભ્રાતા–એ બન્ને સ્થવિરોએ પ્રત્યેકે ત્રણસેં ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૯ કેડિત્રી સ્થવિર આર્ય મેઈન્જ અને સ્થવિર પ્રભાસ-એ બન્ને સ્થવિરાએ ત્રણસેં ત્રણસેં શમણોને વાચના આપેલી છે; તે તે હેતુથી આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધર હતા.
૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયાર ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચાદે પવના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા ચાવત્ સર્વદુખથી રહિત થયા.
મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધમાં એ બન્ને સ્થવિરે પરિનિર્વાણ પામ્યા.
૨૦૪ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાન છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના સુચ્છેદ પામ્યા છે.
- ૨૦૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રી હતા. કાશ્યપગોત્રી શ્રમણ ભગવાન મહાવીરને અગ્નિશાનગેત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય-હતા. એ
અગ્નિવૈશાયનગેત્રી સ્થવિર આર્ય સુધમને કાશ્યપગેત્રી. સ્થવિર આય જંબુ નામે અંતેવાસી હતા.
- કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનોત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા.
કાત્યાયનગેત્રી સ્થવિર આય પ્રભવને વાસ્યોત્રી સ્થવિર આર્ય સિજર્જભવ નામે અંતેવાસી હતા, આ સિર્જભવ મનકના પિતા હતા.
મનકના પિતા અને વાસ્યોત્રી સ્થવિર આર્ય સિર્જભવને તુગિયાયનગેત્રી સ્થવિર જસભ નામે અંતેવાસી હતા.
૨૦૬ આય જસભથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે તે જેમકે,
- તુંગિયાયનગેત્રી સ્થવિર આર્ય જસદને બે સ્થવિરે અંતેવાસી હતાઃ એક મારગેત્રના આર્યસંભૂતવિજય સ્થવિર અને બીજા પ્રાચીનગેત્રના આર્યભદ્રબાહુ સ્થવિર.