Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
નગરીમાં એક વાર, સાવથી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજાભૂમિ નામના અનાર્ય દેશમાં એક વાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તહ્ન છેલ્લું ચોમાસું રહેવા ભગવાન મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા.
૧૨૩ ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુને ચિ મહિને અને સાતમે પક્ષ ચાલતું હતું, સાતમો પક્ષ એટલે કાર્તિક માસને વરુ દિ પક્ષ, તે કાતિક માસના ૨૦ દિ. પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યાદુનિયા છેડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુઃખોના અંતકૃત-નાશ કરનારા-થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખો હીણાં થઈ ગયાં ચાલ્યાં ગયાં.
ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામને બીજો સંવત્સર ચાલતું હતું, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેસ-અગ્નિવેમ્ભ-નામે તે દિવસ હતું જેનું બીજું નામ “ઉવસમ” એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ “નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામને લવ હતું, મુહૂર્ત નામને પ્રાણ હતા, સિદ્ધ નામને સ્તક હતું, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રને વેગ આવેલ હતો. એ સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન હીણાં થઈ ગયાં–તદ્દન છેદાઈ ગયાં.
૧૨૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખ તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. ( ૧૨૫ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ
ખે તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દે ને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતે. •
૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગેત્રના ઈન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.