Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૫૭ પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં અજજદિષણ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ઠ શ્રમણસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આયિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણે પાસિકાઓની ઉત્કૃષ્ઠ શ્રમણોપાસિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વેક્ષરના સંયોગને જાણનારા યાવત્ ચાદપૂવઓની સંત હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં ચિદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગીયારસે વૈકિયલબ્ધિવાળાઓની તથા છાઁ જુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી.
તેમના એક હજાર શ્રમણે સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આચિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતસેં વિપ્લમતિએની–વિપુલમતિજ્ઞાનવાળાઓની, છસેં વાદીઓની અને બારસેં અનુત્તરૌપપાતિકાની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી.
૧૫૮ પુરુષાદાનીય અરહત પાસના સમયમાં અતકૃતની ભૂમિ એટલે સર્વદુઃખોને અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમકે-એક તે યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતકૃતભૂમિ હતી. યાવત્ અહત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જુગતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો ચાલુ હતો. અરહત પાસને કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં ગણુ વરસ વીત્યા પછી ગમે તે કઇએ દુઃખને અત કર્યો અર્થાત મુક્તિમાર્ગ વહેતે થયે, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી.
૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છદ્મસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં શિત્તેર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ્યપર્યાયને પામીને એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકમને ક્ષય થયે આ દુષમ