Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 410
________________ ર બંધાવાપણું રહ્યું નથી. એ તે પ્રતિબંધ-બંધાવાપણું–ચાર પ્રકારે હોય છેઃ ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી. ૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કેઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.' ૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિને, તુ, અયન, વરસ કે બીજે કઈ દીર્ધકાળને સંગ, એવા કોઈ પ્રકારના સૂફમ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. - ૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લાભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કછટ, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવાચાડી ખાવી, બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યક્ત એવી કોઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધમાં કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.' ૧૧૯ તે ભગવાન માસને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સેનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ સુખને એક ભાવે સહન કરનારા, આ લેક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારને પાર પામનારા અને કર્મના સંગને નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા-તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે. * * * ૧૨૦ એમ વિહરતાં વિહરતાં ભગવાનને અને પમ ઉત્તમ જ્ઞાન, અને પમ દર્શન, અનોપમ સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અનોપમ વીર્ય, અપમ સરળતા, અનોપમ કે મળતા-નમ્રતા, અનેપમ અપરિગ્રહભાવ, અનોપમ ક્ષમા, અનેપમ અલભ, અનોપમ ગુપ્તિ, અનેપમ પ્રસન્નતા વગેરે ગુણવડે અને અને પમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણને માર્ગ એટલે સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે. અર્થાત્ મુક્તિફળને લાભ તદ્દન પાસે આવતે જાય છે, તે તે તમામ ગુણ દ્વારા આત્માને ભાવિત કરતા

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458