Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૪૧
માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવના અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવના થયા, મનગુપ્તિ વચનગુપ્તિ તથા કોયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે સિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા, ક્રોધ વિનાના, અભિમાન વિનાને, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસવ વગરના, મમતા રહિત, પાસે કશે પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી. તેમ તેમનામાં કઈ મળ
ટતે નથી એવા એ નિલેષ થયા, જેમ શંખની ઉપર કઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રવિહતકોઈ પ્રકારને પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કેઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતું નથી પણ બધે રોકટેક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદબાતુન પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના ? પત્રને જેમ પાણી છાંટે ભીંજાડી શકતું નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શક્તો નથી, કાચબાની પેઠે ભગવાન ગુખેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર : જેમ એક જ શિગડ હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કેઈથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શોને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજ્વલ્યમાન થયા.
૧૧૮ નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છેઃ
કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચ, પક્ષી, મહાવરાહ અને ભારંડપક્ષી. ૧
હાથી, બળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે