Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશે” ત્યાં સુધીની તમામ હકીક્ત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણ સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પિતાના બન્ને હાથ જોડીને યાવત્ તે સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે.
૮૩ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
૪ જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે. ત્યારથી શ્રમણને-કુબેરને તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા જુંભક દવા ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુના પુરાણાં મહાનિશાનેની–મોટા મોટા ધનભંડારેની–હકીકત આ પ્રમાણે છેઃ એ ધનભંડારોને હાલ કે ધણીધોરી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડાર જેમનાં છે તેમનાં ગોત્રનો પણ કઈ હવે હયાત રહ્યો જણાતો નથી તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉછેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનારાને પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકનાં ગાત્રોને પણ ઉચછેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારે કયાંય ગામડાઓમાં, કયાંય અગમાં ખામાં, કયાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં-ધૂળિયા ગઢવાળાં ગામમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામમાં, કયાંય જેમની આસપાસ ચારે બાજુ બે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મબેમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા બંદરોમાં-દ્રોણમુખમાં, કયાંય એકલે જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટમાં, કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનમાં કે તાપસના મઠમાં, કયાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશમાં–મોટા મોટા પડાનાં સ્થાનમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો કયાંય સિંગડાના ઘાટના રસ્તાઓમાં દટાએલા જડે છે, કયાંય તરભેટાઓમાં, કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકમાં, કયાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળમાં એટલે દેવળનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોલ મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરોની જગ્યાઓમાં,