Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 406
________________ ૩૮ મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હદયને આલ્હાદ ઉપજાવનારી, ખાંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની–ભગવાનની–ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા તે દે આ પ્રમાણે બોલ્યાઃ હે નંદ! તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર! તારે જય થાઓ. જય થાઓ, તારું ભદ્ર થાઓ, કે ઉત્તમોત્તમ ક્ષત્રિય-હે ક્ષત્રિયનરપુંગવ! તારે જય થાઓ જય થાઓ, હે ભગવંત લેકનાથ! તું બોધ પામ, આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીને હિત સુખ અને નિશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવે ‘જય જય’ એ નાદ કરે છે. ૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થ ધર્મમાં આવતાં -વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાના ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પિતાને નિષ્કમણુકાળ એટલે પ્રવજ્યાસમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઇને, રાજાને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કે ઠારને તજી દઈને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહેળાં ધન કનક ૨તન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવર્ત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, મિતે નિમેલા દેના દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાને વિચાર કરીને અને પોતાના ગોત્રના લેકમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુને જે તે પહેલે માસ અને પહેલે પક્ષ એટલે માગશરને ૧૦ દિવ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની ૧૦ દિ દશમને દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પોષી થવા આવી હતી તેને સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્તે ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવ માનવ અને અસુરનાં મોટાં ટેળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટેલોકે હતા, કેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બેલનારા-હતા, વર્ધમાનક એટલે પિતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણે હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિક હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરે તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણ૫ શિવર૧૫ ધન્ય મંગળમય

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458