Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૩૬
વીને પેાતાનાં મિત્રા, જ્ઞાતિજના, પેાતાનાં સ્વજના અને પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયાને આમંત્રણા આપે છે-પુત્રજન્મસમારંભમાં આવવાનાં નાંતરાં મેકલે છે. એમ આમંત્રણા આપીને એ બધા આવી ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાએ અલિકર્મ કર્યાં, ટીલાંટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિત્તો કયાં, ચાકખાં અને ઉત્સવમાં જવા ચેાગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યાં અને ભેજનના સમય થતાં ભેાજનમંડપમાં તેઓ બધા આવી પહેાંચ્યા, ભેાજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પેાતાનાં મિત્રા જ્ઞાતિજને પેાતાનાં સ્વજન અને પેાતાની સાથે સબંધ ધરાવનારા પરિવાર સાથે તથા સાતવંશના ક્ષત્રિયા સાથે તે મહેાળા ભેાજ, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અર્થાત્ ભગવાનનાં માતાપિતા પેાતાનાં પુત્રજન્મના ઉત્સવ કરતાં આ પ્રકારના ભાજનસમારંભ કરતાં રહે છે.
૧૦૨ જમી લેાજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તે બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેએ ચેાકખા પાણી વડે કાગળા કરીને દાંત અને મુખને ચાકમાં કરે છે, એ પ્રમાણે પરમચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પેાતાના મિત્રે જ્ઞાતિજના પેાતાનાં સ્વજના તથા પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાને અને જ્ઞાતવંશના ક્ષત્રિયાને મહેાળાં લેા વસ્ત્રો, ગંધા—સુગંધી અત્તરા, માળા અને આભૂષણા આપીને તે બધાંના સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રા જ્ઞાતિજના પેાતાનાં સ્વજના અને પેાતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારાની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયાની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે મેલ્યાઃ
૧૦૩ પહેલાં પણ હૈ દેવાનુપ્રિયે! અમારે આ દીકરા જ્યારે ગર્ભમાં આવ્યે ત્યારે અમને આ આ પ્રકારના વિચાર ચિંતન યાવત્ મનાગત પેદા થયા હતા કે જ્યારથી માંડીને અમારે આ દીકરા કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત્ સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણાઘણા વધવા માંડયા છીએ અને સામંતરાજાએ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારે આ દીકરા જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શેાલે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ વર્ધમાન’ એવું પાડશું તેા હવે આ કુમાર વર્ધમાન’ નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ.
૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે—તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહેજ સ્ફુરણ શક્તિને