Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
- ૪૧ (૯) જલપૂર્ણ કુંભ. નવમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલે કુંભ જે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતું. એમાં સંપૂર્ણ જલ ભરેલું હોવાથી તે કયાણને સૂચવતો હતો. પૂર્ણ કુંભ મંગલને ઘાતક છે.
(૧૦) પાસરેવર. દશમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્યસરોવર જોયું. આખું સરોવર જુદી જુદી જાતનાં વિવિધરંગી કમલથી તથા જલચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્યસરવરે દશમા સ્વપ્નમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે.
(૧૧) ક્ષીરસમુદ્ર. અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેનો અગાધ જલપ્રવાહ વિસ્તરી રહ્યો હતો.
(૧૨) દેવવિમાન. બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેને ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી. તેની ઉપર વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનેહરચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયન અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરુ, ઊંચી જાતના કિંક દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યની ઉત્તમ મહેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેમણે જોયું.
(૧૩) રત્નરાશિ. તેરમા રવપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રનને ઢગલો છે. તેમાં પુલકરત્ન, વજીરત્ન, ઈન્દ્રનીલરન, સ્ફટિક વગેરે રત્નને ઢગલે . તે ઢગલે પૃથ્વીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વપ્નમાંત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયો. એ અનિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કેઈએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી.
ચિત્ર ૧ર૩ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા. પાટણ ૩ની પ્રતના પાના ૧૮ ઉપરથી. સ્વપ્નદર્શનથી વિસ્મય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નનું સ્મરણ કરવા લાગી. ત્યારપછી તે ઊઠી અને પાદપીઠથી નીચે ઉતરી. કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વિના, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શયા પાસે આવી. આવીને પિતાની વિશિષ્ટ ગુણવાળી વાણુ વડે સિદ્ધાર્થને જગાડવા.
. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતાસિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ક્ષોભને દૂર કરી, પોતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કે, “હે સ્વામી ! હું આજે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને ગ્ય શસ્યામાં કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી રિથતિમાં ચૌદ મહાસ્વપ્ન દેખી જાગી ઊઠી.”
ચિત્રમાં સિદ્ધાર્થ સિંહાસન ઉપર બેઠેલા છે અને તેમની સામે ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને પિતાને આવેલાં વનોનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રી-પરિચારિકા પણ