Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિણ
૫૩ ઉપરના ભાગની બંને બાજુએ માં ફૂલની માળા રાખીને ઊભેલે એકેક માર ચીતરે છે. ગૌતમસ્વામીનો ડાબો ખભે તેમણે પહેરેલાં કપડાંથી ઢંકાએલે છે અને જમણા ખભા ઉપર સસ્પત્તિ છે. વળી તેઓશ્રીના જમણું એામાં એ પણ સ્પષ્ટ દેખાય છે; તેઓશ્રીના બંને હાથ હૃદયની પાસે અભયમુદ્રાએ રાખેલા છે. આવી રીતની મુદ્રાવાળી ગૌતમસ્વામીની મૂતિઓ અગર ચિત્ર જવલ્લે જ મળી આવે છે.
ચિત્ર ર૩ઃ શ્રી પાર્શ્વનાથનું સમવસરણ. સહન. પાના ૪૭ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૧૫૫નું આ જ ચિત્રને લગતું વર્ણન. '
Plate LVI - ચિત્ર ર૩૭ઃ પાર્શ્વનાથનું નિર્વાણ. સોહન. પાના ૪૮ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૫નું આ જ ચિત્રને લગતું વર્ણન.
* ચિત્ર ૨૩૮ શ્રીષભદેવ. સેહન. પાના ૫૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર પરનું આ જ ચિત્રને લગતું વર્ણન.
ચિત્ર ૨૯: તીર્થાધિરાજ શત્રુંજયું. સોહન. પાના ૬૫ પરથી. વેતાંબર જૈન સમાજનો માટે ભાગ રોજ સવારે પ્રાણાતિક રસ્તુતિમાં ભારતનાં પાંચ મુખ્ય જૈન તીર્થોને નિમ્નલિખિત સ્તુતિથી, એ પવિત્ર સ્થાન ઉપર મોશે જનાર પુણ્યાત્માઓને વંદન કરે છે;
આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશિખર શત્રુંજય સાર;
પંચતીર્થ એ ઉત્તમ ધામ, સિદ્ધિવર્યા તેને કરું પ્રણામ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મૂળનાયક તરીકે શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ બિરાજમાન હેવાથી વૃષભના લાંછન-ચિવાળી શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ ચિત્રકારે અત્રે રજૂ કરી છે. ચિત્રની અદર શિખરની ઉપરના ભાગમાં એક મોર અને એક સર્પ ચીતરેલાં છે, જે બંને ચિત્ર અજે પણ મુખ્ય દેરાસરની પાછળના ભાગમાં રાણુંવૃક્ષની નીચે ડાબી બાજુએ વિદ્યમાન છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં એક ઝાડ ચીતરીને રાયણના ઝાડની રજૂઆત પણ ચિત્રકારે આ ચિત્રમાં કરેલી છે. ચિત્રની જમણી બાજુએ ઉપરના ભાગમાં કાઉસગ્નધ્યાને પાંચ સાધુની આકૃતિઓ ચીતરીને પાંચ પાંડેની રજૂઆત ચિત્રકારે કરેલી છે (જેન ધર્મની માન્યતા પ્રમાણે વીસ કટિ સાધુઓ સાથે પાંચ પાંડવે શત્રુંજય ઉપર મોક્ષે ગયા છે.) પાંચ પાંડવોની સ્થાપત્યમૂર્તિઓ આજે પણ શત્રુંજય પર્વત પર વિદ્યમાન છે. ચિત્રની જમણી બાજુએ બેઠા ઘાટના શિખરવાળું (ઘુમટવાળું) પુંડરીક ગણધરની મૂર્તિવાળું મંદિર ચીતરેલું છે. મૃતિની પલાંઠીમાં પુંડરીક કમલનું લંછન (ચિ) છે. આ મૂતિની ખાસ વિશિષ્ટતા એ છે કે શત્રુજય ઉપરના જિનમંદિરો સિવાય કોઈપણ જૈનતીર્થના જિનમંદિરની અંદર ગણુધરેની મૂર્તિઓ જિનમૂર્તિની માફક પદ્માસને પ્રાચીન શિલ્પીઓએ ઘડી નથી. મૂળનાયકના મંદિરનું શિખર બહુ જ ચું, ઊડતી ધ્વજા સહિત ચીતરીને ચિત્રકારે તે સમયના (પંદરમા સૈકાના)
* “ક્ષિrદરતનો રાત્રિના તાજા રામમુદા” ૧૧-નિર્વાનઝિનr ges ,