Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ પ્રભુશ્રીની જમણી બાજુએ મસ્તક ઉપર સાત ફણાવાળો નાગરાજ-ધરણેન્દ્ર પોતાના ચાર હાથ પિકી બે હાથની અંજલિ જેડીને પ્રભુની સ્તુતિ કરતો તથા બાકીના બે હાથે પૈકી એક હાથમાં અંકુશ તથા બીજા હાથમાં ફળ લઈને ઊભેલો છે. પ્રભુશ્રીની ડાબી બાજુએ ધરણેન્દ્ર-નાગરાજની પટરાણી મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ ફણાઓ સહિત, પિતાના ચાર હાથ પૈકી બે હાથની અંજલિ જેડીને અને ત્રીજા હાથમાં અંકુશ તથા ચોથા હાથમાં ફળ લઈને ઊભેલી છે.
Plate LXI ચિત્ર રપ કેશાનુસકાંતિવિ. ૧. પાના ૭૮ ઉપરથી. '
સ્થલિભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કોશાને ત્યાં એક કામી રથકારે આવી, પોતાનું કૌશલય બતાવવા સારુ, પ્રથમના બાણના મૂળ ભાગમાં બીજું અને બીજા બાણુના મૂળના ભાગમાં ત્રીજું એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની લંબ તેડી નાખી. રથકારના એ ગર્વને તોડવા કોશાએ સરસવના ઢગલા ઉપર સેય અને સોયના અગ્રભાગ ઉપર ફૂલ મુકાવી, તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું, એવું અદ્ભુત નૃત્ય કરવા છતાં તેણીએ કહ્યું કે
न दुकरं अंबयलंबितोडणं, न दुक्करं नच्चिया सरिसवइ ।
तं दुक्करं तं च महाणुभावं जसो मुणी पमयावणे वसंतो। અર્થા–આંબાની લેબ તોડવી એમાં કંઈ જ દુષ્કર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિર્મોહી પણું દાખવ્યું તે તો દુષ્કરમાં દુષ્કર ગણાય.” એક કવિ કહે છે કેઃ
____ 'वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजन, . ! જ ધામ. મા વપુ તો વચઃ સંતH.
कालोऽयं जलदाविलस्तदपि याः कामं जिगायादरात्
तं वंदे युवतीप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम्॥' . અર્થાત-વેશ્યા રાગવાળી હતી, હમેશાં પોતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી. અંડરસથી ભરેલાં–ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનહર શરીર હતું, ખીલતું ચૌવન હતું અને કાળા મેઘથી છવાએલી વર્ષાઋતુ હતી; એટલું છતાં જેમણે આદરપૂર્વક કામ(દેવ)ને પિતાના કાબુમાં રાખ્યો એવા યુવતીજનેને બોધ આપવામાં કુશળ શ્રીસ્થલિભદ્ર મુનિને હું વંદન કરું છું.” , ચિત્રમાં રથકાર ડાબા હાથમાં ધનુષ્ય અને જમણા હાથમાં બાણ રાખી ધનુષ્યની પણછ ચઢાવીને આંબાના ઝાડ તરફ તાકીને કેરી ઉપર મારતો જણાય છે. તેનો ડાબે પગ ઊંચો છે અને તેની નીચે કળા તથા વસંતઋતુને સુચવનાર મોર ઊંચું મુખ કરીને ટહુકતો દેખાય છે. કેશા નર્તકી સરસવના ઢગલા ઉપર સોય, સેય ઉપર ફેલ અને ફૂલ ઉપર જમણે પગ રાખી ડાબો પગ ઢીંચણ સુધી વાળી નૃત્ય કરતી દેખાય છે. તેણીએ બંને હાથમાં ફૂલ, ગળામાં ફૂલની માળા, માથે મુકુટ, કાનમાં કુંડળ વગેરે આભૂષણો તથા કંચુકી અને ઉત્તરીય વસ્ત્ર વગેરે વસ્ત્રાભૂષણ પરિધાન કરેલાં છે.