Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
છે, એની ધખધખતી જલતી વાલાઓને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ગાળો-જ્વાલાઓ–ને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવું જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ એગ્નિ કેઈ પણ ભાગમાં આકાશને પકવતે ન હોય એવો દેખાતે એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪
૪૮ એ પ્રમાણે ઊપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જેમાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વમોને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવે રૂંવું ખરું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પિતાની પથારીમાં જાગી ગયાં.
જે રીતે મોટા જશવાળા અરિહત–તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાઓ એ ચૌદ સ્વપ્નને જુએ છે. '
૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચિદ એવા મહાસ્વપ્ન જોઇને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત તેનું હદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઉઠે તેમ તેણીનાં ફેરંવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી પિતાને આવેલાં એ સ્વપ્નને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પિતાની પથારીમાંથી ઉભાં થાય છે, ઉભા થઈને પગ મૂકવાના પાદપીપાવઠા–ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમે ધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાહસ સમાન ગતિએ ચાલતાં
જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ-શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સહામણી રૂડી રૂડી તથા હૃદયંગમ, હૃદયને આહાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિત કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નને જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યાં:
૫૧ ખરેખર એમ છે કે હે સ્વામી! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વમોને જોઈને જાગી ગઈ. તે ચીઢ સ્વમો હાથી વૃષભ વગેરે હતાં. તે સામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વમોનું કે હું માનું છું તેમ કલ્યાણ૫ વિશેષ પ્રકારનું ફળ હશે?