Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨૫
માટે તથા મેરેમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની આલિશ કરી અને સિદ્ધાર્થ થિને તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે.
દર વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનાર છે ત્યાં આવે છે. ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મેતીથી ભરેલા અનેક જાળિયાને લીધે મનહર અને ભેંતળમાં વિવિધ મંણિ અને રત્ન જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદભુત સ્નાનપીઠ ઉપર સુખે છેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલના રસથી ભરેલાં એટલે અત્તર-ઝાખેલાં પાણી વડે, ચાલ પગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે,
નાં પાણી વડે પવિત્ર તીર્થોમાંથી માલાં પાણી છે અને ચકખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં મુશળ અરુષોએ નવશાળ્યા તથા ત્યાં નાતી વખતે બહપ્રકારનાં ક્ષો વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો સ્નાનવિધિ પૂરો થતાં રૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગછા વડે તેના શરીરને લઈ નાખવામાં આવ્યું. પછી તેણે ચેકબું, કયાંય પણુ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનને લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં નાનાં આભૂષણે પહેર્યા એટલે અઢાર સરવાળે હાર, નવ સરે અર્થહાર, ત્રણ સરવાણે ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરે વગેરે પહેરીને એ સુશોભિત અન્યો, બીજ તેણે ડોકમાં આવનાર તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીએ પહેરી, ફલે ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમકડાં અને બાજુબંધ પહેરવાથી તેની અને ભુજાએ સજ્જડ થઈ ગઈ; એ રીતે તે, અધિકાને લીધે ભાવાળે બન્યો, કુંડળે પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દિપતું થયું, હૃદય હારથી કંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટી પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાને ખેસ પિતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નથી જડેલાં વિમળ બહુમૂલાં, ચકચક્તાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણું સુંદર વીરવલ પહેયા. વધારે વર્ણન શું કરવું? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ ક્ષત્રિય સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકત અને વિભૂષિત બન્યું. આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધાએ કરંટના ફેલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજાવા લાગ્યો, તેને જોતાં જ લેકે “જય જય” એ મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજ થયેલે, અનેક ગણનાયકે, દંડનાયકે, રાજાએ, ઈશ્વર-યુવરાજે, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવરાજસ્થાનીય પુરુ, મડંબના માલિકે, કોટુંબિક,