Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકે, દ્વારપાળો, અમાત્યે ચેટ, પીઠમકે મિત્ર જેવા સેવાકે, કર ભરનારા નગરના લોકો, વેબહારિઆ લોકો-વાણિયા, શ્રીદેવીના છાપવાળો સેનાને પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લોકે, હતો અને સંધિ પાળેથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેળમાંથી ચંદ્ર નીકળ્યું હોય તેમ તથા ગ્રહો, દીપતાં નક્ષત્ર અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતે લાગે તેમ તે તમામ લેકેની વચ્ચે દીસત લાગતે, ચંદ્રની પેઠે ગમી જાય એ દેખાવડે તે રેજો સ્નાનઘરમાંથી બહાર નીકળે.
૬૩ સ્નાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આબે, ત્યાં આવીને સિંઘાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠો, બેસીને પિતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધળ કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર ફેરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસને મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસન મંડાવીને પછી વળી પિતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલ ભારે દેખાવડો મહામૂલે, ઉત્તમનગરમાં બનેલે અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક–આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલ, સેંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળે એટલે વૃક બળદ ઘોડો પુરુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારને મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળ એ બેઠકની અંદર એક પડદે તણાવે છે, એ પડદે તણાવીને પડદાની અંદર વિવિધ મણિ, અને રત્નથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિય અને સુંવાળી કેમળ ગાદીવાળું, ધોળો કપડાંથી ઢાંકેલું, ઘણું કમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ત્રિયાણીને બેસવા માટે મંડાવે છે.
૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બતાવે છે, કૌટુંબિક પુરુષને બોલાવીને તે આ પ્રમાણે બે હે દેવાનુપ્રિયે! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વમલક્ષણપાઠકને એટલે સ્વમોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવે.
- ૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફલિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વલક્ષણપાઠકેનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપલક્ષણપાઠકોને બોલાવે છે.
૬૬ ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સવમલક્ષણપાઠકે હર્ષવાળા થયા, તેષવાળા થયા અને ચાવત્ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું