Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
* ૫૯ ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષે સંછ રાજી થતા યાવત્ હદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને ચાવત્ અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંઘાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બન્ને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિં કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમ કહે છે.
" ૬૦ પછી, વળતે દિવસે સવારના પહોરમાં જ્યારે પોયણાં કમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણાંની આંખો કમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાની પુંજ સમાન, કેસુડાંના રંગ જે, પિપટની ચાંચ જે અને ચણોઠીના અડધા લાલરંગ જેવો લાલચોળ તથા મોટાં મેટાં જળાશયોમાં ઉગેલાં કમળને ખિલવનાર ? હજાર કિરણવાળ તેજથી ઝળહળતો દિનકર, સૂર્ય ઊગી ગયા છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. .. "
- ૬૧ બિછાનામાંથી ઉભા થઈને પાવઠા ઉપરહિતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામ કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચાળે છે, પરસ્પર એક બીજાના હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસન કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ પગ ડોક છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંઘવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનારાં, માક, માંસ વધારનારાં અને તમામ ઈદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબેકી કરે તેવાં, સેવાર અને હજારવારે પકવેલાં એવાં શતપાક સહસંપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલ ચોપડામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચેપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણ
૨, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પરા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષોએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ