Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પવિત્ર કલ્પસૂત્ર
ચિત્રની બરાબર મધ્યમાં ચાર હાથવાળે ઇદ્ર સૌધર્મ સભામાં બેઠેલે છે. ઇંદ્રના ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં પાશ છે. નીચેના જમણા હાથમાં માળા છે અને તે હાથ વરદ મુદ્રાએ રાખેલ છે તથા ડાબો હાથ કોઈને આજ્ઞા કરતા હોય તેવી રીતે રાખેલ છે. આ ચિત્રકારને આશય ઇંદ્રસભામાં થતા બત્રીશબદ્ધ નાટકની રજુઆત કરવાનો હોય એમ લાગે . છે અને તે માટે ચિત્રના બંને હાંસિયામાં નૃત્ય કરતી બે બે સ્ત્રીઓ, ચિત્રના ત્રણ વિભાગો પૈકી ઉપરના વિભાગમાં, જુદાંજુદાં વાવો લઈને નૃત્ય કરતી ૧૧ સ્ત્રીઓ, મધ્ય વિભાગમાં બિરાજમાન થએલા ઇંદ્રની બંને બાજુએ મલીને ત્રણ ત્રણ નૃત્ય કરતી સ્ત્રીઓ અને સૌથી નીચેના વિભાગમાં બીજી અગિયાર સ્ત્રીઓ મલીને કુલ ૩૨ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરેલી છે.
Plate LXXVI ચિત્ર ર૭૯ થી ૨૮૪ઃ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપો. હંસવિ. ૨. લિસ્ટ ને ૧૪૦૨ની ક૫સૂત્રની તારીખ વગરની પાના ૧૩ની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી..
પાનાની બંને બાજુના હાંસિયામાંનાં આ સુશોભને સહેજ રમતમાં ચીતરાએલાં લાગે છે, છતાં ચિત્રકારનો પાત્રોમાં નવીનતા રજૂ કરવાની ખૂબી કઈક અલૌકિક પ્રકારની છે.
Plate LXXVII ચિત્ર ર૮પર૬: કહ૫સૂત્રનાં બે સુંદર શોભન-લેખનો. હંસવિ.૧ની પ્રતમાંથી. ઉપરની પટીમાં અષ્ટમંગલ, ઘોડા, હાથી તથા ફૂલની આકૃતિઓ દોરેલી છે અને નીચેની પટીમાં વિવિધ પ્રકારની હાથીની ક્રીડાઓ ચિત્રકારે રજૂ કરેલી છે.
ચિત્ર ૨૮૭: લક્ષ્મીદેવી. કાંતિવિરના પાના ૧૭ ઉપરથી. દેવી પદ્માસનની બેઠકે બેઠેલી છે અને તેણીના ચાર હાથે પૈકી, ઉપરના બંને હાથમાં કમળનું ફલ છે; નીચેને જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ રાખેલું છે. ઉપરના બંને હાથમાંનાં કમળ ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સૂઢ ઊંચી રાખીને ઊભો રહેલો ચીતરેલો છે. દેવી સુંદર ર્વિમાનમાં બેલી છે. વિમાનની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક મોર છે, હાંસિયામાં તેણીનું છી એવું નામ લખેલું છે.
ચિત્ર ર૮૮: શકસ્તવ. કાંતિવિ.૨ના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
- Plate LXXVIII ચિત્ર ર૮ઃ ચંડકૌશિકને પ્રતિબંધ. દે. પા.ના દયાવિ.ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂના તરીકે આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના સુશોભન-શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે. | મોરાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળીઆઓએ કહ્યું કેઃ “સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે જે કે વેતાંબી સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકપલ નામનું તાપસનું આશ્રમ સ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામને દષ્ટિવિષ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળો.” છતાં કરુણાળુ પ્રભુ, બીજા કેઈ ઉદેશથી નહિં, પણ પેલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માગે તે જ આશ્રમ ભણી ગયા.