Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
ખળક સોંપવામાં આવશે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના માળક–વાના પારણામાં ભણવાના પ્રસંગથી થાય છે. ચિત્રની મધ્યમાં પારણામાં આાળક વજ્ર ઊભેલા છે. તેની એક બાજુએ એક ી, ઘણું કરીને, તેની માતા સુનંદા તથા બીજી બાજુએ ચાર સાધ્વીએ બેઠેલી છે.
૪૫
ચિત્રના અનુસંધાને, રાજદરબારમાં બાળક–વજ આર્યધનગિરિ પાસેથી આદ્યા ગ્રહણ કરે છે, તે નીચેના પ્રસંગ જોવાના છે. ચિત્રમાં એક બાજુ રાજદરબારમાં રાજા પેાતાની સામે બેઠેલા આર્યંધનગિરિને અને પેાતાની ખાજુમાં બેઠેલી માતા-સુનંદાને પોતે કરવા ધારેલા ન્યાય સંભળાવતા દેખાય છે. રાજાની ગાદીની માજુમાં સુનંદા વજ્રને ફોસલાવવા માટે રમકડાં-મીઠાઇ વગેરેનાં પ્રલાભને આપતી અને સામે સિંહાસન ઉપર બેઠેલા આર્યધનગિરિ એધા બતાવતાં અને તે આઘા લેવાની ઉત્સુકતા બતાવતા બાળક-વ ચિત્રની મધ્યમાં ઊભેલા છે. આર્યધનગરની પાછળ તેમના એક શિષ્ય-સાધુ તેમની શુશ્રુષા કરતા બતાવેલા છે.
Plate XLV
ચિત્ર ૧૯૦: મહાવીરજન્મ અને છપ્પન કુમારી તરફથી કરવામાં આવતા મહે।ત્સવ. ડહેલા ૧ની પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના મહાવીરજન્મના પ્રસંગથી થાય છે. વન માટે જુએ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન,
ચિત્રના અનુસંધાને, છપ્પન દિગ્ગુમારીના મહેાત્સવના નીચેના પ્રસંગ જોવાના છે, પ્રભુના જન્મ થતાં જ છપ્પન દિગ્ગુમારીનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ થએલા જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેમાં (૧) ભાગકરા (ર) ભાગવતી (૩) સુભાગા (૪) ભાગમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) અનંદિતા નામની આઠ દિકુમારીઓએ અધેાલાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકાઘર રચ્યું; અને એ ઘરથી એક ચેાજન પર્યંત જમીનને સંવર્તવાયુ વડે શુદ્ધ કરી.
. .(૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેાયધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષણા અને(૧૬) બલાહિકા નામની આઠ દિકુમારીઆએ ઊર્ધ્વલાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગંધી જળ તથા પુષ્પાની વૃષ્ટિકરી.
(૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વિજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિકુમારીએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતથી આવીને મુખ જેવા માટે આગળ દર્પણ ધર્યું.
(૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશેાધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શૈષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશા લઈ ગીતગાન કરવા લાગી.
(૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮)
' /