Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
૪૯
કર્યાં અને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળા વૃત્તાંત કહી સંભળાવ્યે, તે વખતે ઇન્દ્રે ધૈર્યશાળી પ્રભુનું ‘વીર’ એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું.
ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણા પહેરેલાં છે અને આડને વીંટાઇ વળેલા સર્પ છે. વર્ધમાનકુમારની આગળપાછળ ત્રણ તથા ઉપરના ભાગમાં એક બીજો છેકરા ચીતરેલા છે. વર્લ્ડમાન દેવના ખભા ઉપર બેઠેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઊભેલી છે, જે જમણા હાથ ઊંચા કરીને કોઇને ખેલાવીને મહાવીરના આ પ્રરાક્રમના પ્રસંગ
બતાવતી હાય એમ લાગે છે.
આ પ્રસંગની સાથે સરખાવા કૃષ્ણની બાળક્રીડાના એક પ્રસંગ.
(૧) કૃષ્ણ જ્યારે ખીજા ગેાપ બાળક સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા મેકલેલા અઘ નામના અસુર એક ચેાજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડયો અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકાને ગળી ગયા. આ જોઇ કૃષ્ણે એ સર્પના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકે બધા સકુશળ બહાર આવ્યા. —ભાગવત દશમસ્કન્ધ, અ. ૧૨, શ્લા. ૧૨-૩૫, પૃ. ૮૮. (૨) એકબીજાને અરસપરસ ઘેાડા બનાવી જ્યારે ગેાપ બાળકા સાથે કૃષ્ણ અને ખળભદ્ર રમતા હતા, તે વખતે કંસે મેકલેલેા પ્રલમ્બ નામનેા અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઊપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા બની તેમને દૂર લઈ જઈ, એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું. બળભદ્રે છેવટે ન ડરતાં સખત સુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેાહી વમતા કરી ડાર કર્યાં અને અંતે બધા સકુશળ પાછા ફર્યાં.
—ભાગવત દશમસ્કન્ધ, અ. ૨૦, ફ્લેા. ૧૮-૩૦. આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે નિશાલ ગણુણાના નીચેના પ્રસંગ જોવાના છે. પ્રભુ જ્યારે આઠ વર્ષથી કંઈક અધિક ઉમ્મરના થયા ત્યારે, પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મેલા હેાવા છતાં, પરમ હર્ષિત થયેલાં માતાપિતા, સામાન્ય પુત્રની પેઠે તેને નિશાળે ભણવા માકલવા તૈયાર થયાં. શુભ મુહૂર્તે અને શુભ લગ્ન પ્રભુને નિશાળે બેસાડવાની મહાત્સવપૂર્વક માટી તૈયારી કરી. સગાં-સબંધીનેા, હાથી, ઘેાડા વગેરે વાહનાથી, હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, કંકણ વગેરે આભૂષણ્ણાથી અને પંચવર્ષીય રેશમી વસ્ત્રોથી આદરપૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રત્ના અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. નિશાળના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સાપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન અને રૂપાથી જડેલાં પાટી–ડિયા—લેખન વગેરે ઉપકરણેા તૈયાર કર્યાં. દેવી સરસ્વતીની મૂર્તિના પૂજન માટે કિંમતી રત્ના અને માતીએથી જડેલું સુવર્ણનું મનેાહર આભૂષણુ તૈયાર કરાવ્યું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવી, ચંદન કપૂર વગેરે સુગંધી દ્રવ્યેાથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્ર, દિવ્ય આભૂષણા અને પુષ્પમાળા વડે અલૈંકૃત થએલા પ્રભુને સુવર્ણની સાંકળથી શે।ભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડયા. સેવકેાએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું. ચંદ્રનાં કિરણેા જેવાં સફેદ ચામરા વીંઝાવા લાગ્યાં, ગવૈયા ગાન ગાવા લાગ્યા, વાજિંત્રા