Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પવિત્ર કલ્પસૂત્ર વર્ષથી તે વસ્ત્ર માટે જ તેમની પાછળ પાછળ ભમતું હતું, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલે ગયો (જુઓ ચિત્રની ડાબી બાજુ). - ચિત્ર ૩૭ શ્રીમહાવીર નિર્વાણ. ઈડરની પ્રતના પાના પર ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર
૧૫નું આ પ્રસંગને લગ
ચિત્ર ૩૮ શ્રી પાર્શ્વનાથને જન્મ. ઈડરની પ્રતના પાના ૫૮ ઉપરથી અત્રે રજૂ કરેલું છે. સારૂં યે ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. - તે કાળે અને તે સમયે હેમંત ત્રતુને બીજો માસ, ત્રીજું પખવાડિયું-પોષ માસનું કૃષ્ણ પખવાડિયું વર્તતું હતું. તે પોષ માસના કૃષ્ણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ) ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં, મધ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાની તૈ વામાદેવીએ રોગ- રહિત પુત્રને જન્મ આપ્યો.
ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી ફૂલની ચાદરવાળી સુગંધીદાર સુકોમળ શયા ઉપર વામાદેવી સૂતાં છે. જમણા હાથમાં પાર્શ્વકુમારને બાળકપે પકડેલા છે અને તેમની સ. ભૂખ જઈ રહેલા છે. તેમના જમણું હાથ નીચે તકીઓ છે. આખું શરીર વસ્ત્રાભૂષણેથી સુસજિત છે. દરેક વસ્ત્રોમાં જુદીજુદી જાતની ડિઝાઈન ચીતરેલી છે. પલંગ ઉપર ચંદર બાંધેલો છે. પલંગની નીચે પાણીની ઝારી, ધુપધાણું, સગડી તથા ઘૂંકદાની પણ ચીતરેલાં છે. તેમના પગ આગળ એક સ્ત્રી-નકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન નાખતી ચીતરેલી છે.
Plate IX ચિત્ર ૩૬ પ્રભુ પાર્શ્વનાથને પંચમુષ્ટિ લેચ. વર્ણન માટે જુએ ચિત્ર ૫૫નું આ ચિત્રને લગતું વર્ણન.
ચિત્ર ૪૦ઃ શ્રીનેમિનાથ જન્મ અને મેરુ ઉપર સ્નાત્ર મહત્સવ. ઈડરની પ્રતના પાના ૬૪ ઉપરથી ચિત્રનું મૂળ કદ ૩૪૨ ઇંચ ઉપરથી સહેજ નાનું. - આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના નેમિનાથના જન્મ પ્રસંગને લગતાં રિ પક્ષમાં, શ્રાવણ શુકલ પંચમીની રાત્રિને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને
ગ થતાં, આગ્ય દેહવાળી શિવાદેવીએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મમહોત્સવને લગતાં વર્ણન માટે તથા ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલ મેરુપર્વત ઉપર નેમિનાથને ઇંદ્રે કરેલે સ્નાત્ર મહોત્સવ વગેરે સર્વ શ્રી મહાવીરસ્વામીની પેઠે ચિત્ર ૧૪ અને ૨૪ના વર્ણન પ્રમાણે સમજી લેવું.
ચિત્ર ૪૧ શ્રીષભદેવનું નિર્વાણ, ઈડરની પ્રતના પાના ૭૮ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૪ર૩ ઇંચ ઉપરથી મેટું કરીને અત્રે રજૂ કર્યું છે.
શ્રી ઋષભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડિયામાં, માઘમાસની વદિ તેરશને દિવસે ગુજરાતી પિષ વદિ ૧૩) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદભક્ત.