Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
...
"
ચિત્રવિવરણ પુપિકા ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી હોવાથી ચિત્ર ૪ માં આખું પાનું રજૂ કરેલું છે.
Plate XI ચિત્ર કલા મહાવીર-નિર્વાણ. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ ચિત્રનું વર્ણન.
ચિત્ર ૫૦: પાર્શ્વનાથને લેચ. નવાબ ૨ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું વર્ણન. આ ચિત્રમાં પ્રભુના શરીરનો વર્ણ લીલે છે અને તે ઘણું ખરી બાબતમાં ચિત્ર ૪૫ને મળતું જ છે. '
ચિત્ર ૫૧ શ્રી નેમિનાથ જન્મ. નવાબ ૧ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૦ના નીચેના પ્રસંગનું વર્ણન. આ પ્રતમાં પણ ચિત્ર ૨૨ની માફક રૂપાની શાહીનો ઉપગ કરે છે. ભગવાનની માતા તથા પરિચર્યામાં ઊભી રહેલી બે પરિચારિકાઓના અંગોપાંગનું રેખાંકન તથા આટલા નાના કદના ચિત્રની રંગભરણી વગેરે, આ ચિત્ર ચિત્રકારની ચિત્રકળાની સિદ્ધહસ્તતાની સાબિતી આપે છે.
ચિત્ર પર અષભદેવનું સમવસરણ. આ ચિત્ર પણ નવાબ ૨ પરથી અત્રે રજૂ કરેલું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રમાંનું સમવસરણ પ્રથમ તીર્થકર શ્રીષભદેવનું છે અને ચિત્ર ૧૬ ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમવસરણનું છે, તે ફેરફાર સિવાય પ્રભુના શરીરને વર્ણ, ત્રણ ગઢ બધું સરખું છે. આ ચિત્રના નીચેના ભાગના બંને ખૂણામાં એક • શ્રાવક (ગૃહસ્થ) તથા એક શ્રાવિકા (સ્ત્રી) ચિત્રકારે રજૂ કરીને આ પ્રત ચીતરાવનાર ગૃહસ્થ યુગલની ૨ એતિહાસિક પ્રતિકૃતિ વધારામાં આપવાનો પ્રયત્ન કરેલો છે, તે આ ચિત્રની ખાસ વિશિષ્ટતા છે.
- ચિત્ર ૫૩: ત્રણ સાધુ અને બે શ્રાવિકાઓ. આ ચિત્ર તથા ચિત્ર ૫૪ નવાબ ૧ પ્રત ઉપરથી * જ અત્રે રજૂ કરેલાં છે. આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ, શિષ્યને ઉપદેશ આપતા તથા એની નીચેના ભાગમાં શરુ (સાધુ), સામે બેઠેલી એ શ્રાવિકાઓને ઉપદેશ આપતા બતાવીને તે સમયના એટલે કે ચૌદમા સૈકાના જૈન સાધુઓના તથા શ્રાવિકાઓના ધર્મશ્રવણના રીતરિવાજોનું ચિત્રકારે આપણને દિગ્દર્શન કરાવેલું છે.
ચિત્ર ૫૪ઃ ચતવિધ સંઘ, આ ચિત્રના ઉપરના ભાગમાં ગુરુ મહારાજના સિંહાસનની પાછળ ગુરુની સેવામાં ઊભા રહેલા સાધુ (શિય) સહિત ત્રણ સાધુઓ તથા બે ગૃહ-શ્રાવક તથા નીચેના ભાગમાં બે સાથીઓ તથા સામે બેઠેલી ચાર શ્રાવિકાઓ બતાવીને ચિત્રકારે ચૌદમા સિકાના સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ જૈન ચતુર્વિધ સંઘના પહેરવેશ તથા રીતરિવાજોને સુંદર ખ્યાલ આપવા પ્રયત્ન કરેલ છે, બંને ચિત્રોમાં રૂપાની શાહીને ઉપયોગ કરેલે સ્પષ્ટ દેખાય છે.
Plate XII 'ચિત્ર ૫૫ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિ લોચ. ઈડરની પ્રતના પાના ૬૦ ઉપરથી મૂળ ચિત્રનું કદ રફેર ઇચ ઉપરથી મોટું કરીને અત્રે રજા કર્યું છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણે અંગિકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું-પોષ