Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
હા
- હતા.
- ચિત્રવિવરણ (૩) સિંહ, (૪) લક્ષમી, (૫) ફૂલની માળા, (૬) પૂર્ણ ચન્દ્ર, (૭) ઊગતા સૂર્ય, (૮) ધ્વજા, (૯) પૂર્ણ કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નને ઢગલે, (૧૪) ધુમાડા વગરને અગ્નિ. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. ઉપરના ભાગમાં ચૌદ સ્વમ પિકી બાર સ્વમનાં ચિત્રો છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં બાકી રહેલાં બે સ્વપના અને ત્રિશલા માતા સુખશસ્યામાં સૂતેલાં છે અને તેમના પગ અગાડી સ્ત્રી-પરિચારિકા તેમની આજ્ઞાની રાહ જોતી તેમની શુશ્રષા કરતી દેખાય છે.
ચિત્ર ૮૪ઃ ગર્ભ નહિ ફરકવાથી ત્રિશલાને શોક. જીરાની પ્રતના પાના ૩૭ ઉપરથી. ભગવાન મહાવીરે માતા પ્રત્યેની ભક્તિને લીધે વિચાર્યું, કે મારા હલનચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે; તેથી તેઓ નિશ્ચલ થયા, જરા પણ ચલાયમાન ન થતાં નિસ્પદ અને નિષ્કપ થયા. પોતાનાં અંગોપાંગને એવી રીતે પડ્યાં કે માતાને જરાપણ કષ્ટ ન થાય.
માતાનું હૃદય-અનહદ ચિંતા.
પ્રભુ નિશ્ચલ થયા એટલે એકદમ માતાને ફાળ પડી. માતાને લાગ્યું, કે ખરેખર મારે ગર્ભ કોઈ દુષ્ટ દેવે હરી લીધે, અથવા તે અકસ્માત મૃત્યુ પામ્યો કાં તે ચવી ગયો અને કાં તો ગળી ગયો. એવી એવી અનેક શંકાઓ માતાના હૃદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે કંપતે હતો તે હવે બિલકુલ નિષ્કપ થઈ ગયો, એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શેકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઊતરી પડ્યાં.
ચિત્રમાં માતાના મુખ ઉપર શેકની અનહદ છાયા ઉતારવામાં ચિત્રકારે પૂરેપૂરી સકળતા મેળવી છે. ડાબા હાથની હથેળી ઉપર મુખને ટેકવવાની તૈયારી કરી છે અને જમણો હાથ આ શું થઈ ગયું, એવી વિસ્મયતા સૂચવવા પોતાના વિરામાસન પર ટેકવેલ છે. સામે એક સ્ત્રીપરિચારિકા આશ્વાસનના શબ્દો કહેતી દેખાય છે. તેના ચહેરા ઉપર પણ શેકની છાયા સ્પષ્ટ દેખાય છે. મસ્તક ઉપરની છતમાં કિંમતી ચંદરે બાંધે છે.
ચિત્ર ૮૫ મહાવીર-જન્મ. ઇરાની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ- બે પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૪નું વર્ણન. આ ચિત્રમાં માતાના પગ અગાડી ઊભેલી દાસી વધારે છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલો છપન દિગકુમારીકાના જન્મમહત્સવને પ્રસંગ જેવાને છે. પુત્રજન્મ થતાં જ છપ્પન દિકુમારીકાઓએ તે જ રાત્રિએ જન્મ
મહોત્સવ કર્યો. ચિત્રમાં ચાર દિકુમારીકાઓ બેઠેલી છે, જેમાંની વચ્ચે બેઠેલી બે કુમારીકાઓ તે પૈકી એકના હાથમાં દર્પણ છે અને બીજીના હાથમાં નાનું સિંહાસન છે, જ્યારે બંને બાજુના છેડે બે દિગકુમારીકાઓ પોતાના હાથમાં જન્મ-મહોત્સવની સામગ્રી લઈને બેઠેલી દેખાય છે.
Plate XXII ચિત્ર ૮૬ઃ મેરુ ઉપર જન્માભિષેક. છરાની પ્રતના પાના ૪૦ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૨૪નું વર્ણન. .