Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
૩૩ થાય છે. એક તરફ પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મદેવલોક નિવાસી
કાંતિક દેવોએ, દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું, એટલે કે પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે, પોતાના શાશ્વત આચાર પ્રમાણે દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. નવ પ્રકારના લેકાંતિક દેએ પોતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઊતરી જાય એવી વાણીમાં પ્રથમ તો પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી પછી તેમણે કહ્યું કે - “હે સમૃદ્ધિશાલી ! આપને જય હે! હે કરયાણુવંત! આપને વિજય થાઓ. હે પ્રભુ! આપનું ક૯યાણ હો. જગતને ઉદ્ધાર કરવાની બંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપને જય હો. હે ભગવન! આપ બોધ પામો, દીક્ષા સ્વીકારે. હે લેકનાથ! સકલ જગતના જીને હિતકર, એવું ધર્મતીર્થ પ્રવર્તાવો; કારણ કે આ ધર્મતીર્થ સકલ લેકને વિષે સર્વ જીને હિત કરનારું થશે, સુખકારક તથા મેક્ષદાયક થશે.”
ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને અને ડાબે હાથ, સામે અંજલિ જોડીને ઊભેલા લોકાંતિક દેવને પ્રત્યુત્તર આપવા ઊંચા કરીને બેઠેલા ભગવાન મહાવીર કુમાર અવસ્થામાં વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે. સામે બે હાથ જોડીને ઊભેલા ત્રણ લેકાંતિક દે પ્રભુને દીક્ષા લેવાની વિનંતી કરે છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુના વર્ષીદાનને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૪નું આ પ્રસંગનું જ વર્ણન. : આ ચિત્રમાં સિંહાસનની પાછળ સ્ત્રી-પરિચારિકાને બદલે બેલસરીનું ઝાડ છે અને દાન લેનાર વ્યક્તિઓની સંખ્યા પાંચને બદલે ત્રણની છે. બાકી ચિત્ર ૩૪ને બરાબર મળતો પ્રસંગ છે.
ચિત્ર ૮૯ઃ મહાવીરને દીક્ષા મહોત્સવ. જીરાની પ્રતના પાના ૪૮ ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૫ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં પાલખીમાં પ્રભ વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઈને બેઠેલા છે અને પાલખીને ચાર માણસોએ ઉપાડી છે.
આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુના પંચમૃષ્ટિ અને પ્રસંગ જેવા છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXIII ચિત્ર ૯૦ પ્રભુ મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના પર ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૯૧ઃ પ્રભુ મહાવીરનું નિર્વાણ. જીરાની પ્રતના પાના ૫૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ૧૨માં વણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણે સહિત ચીતરેલી છે. આ ચિત્રમાં મસ્તક ઉપરનાં ત્રણ છત્ર ચિત્ર ૧૫ કરતાં વધારે છે.
- ચિત્રઃ ગૌતમસ્વામી. છરાની પ્રતના પાના ૫૫ ઉપરથી. મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા સાધકને, સ્નેહ એ વજની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીર જીવતા રહ્યા,