________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનભંડારો અને હસ્તપ્રતો : એક ચંચુપાત
પ્રિયબાળા શાહ*
પાટણ, ખંભાત, જેસલમેર આદિના પુરાણી હસ્તપ્રતોના અતિપ્રાચીન જ્ઞાનસંગ્રહો જગપ્રસિદ્ધ છે. પરંતુ ગુજરાત, સૌરાષ્ટ્ર, કરછ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ આદિ દેશોનાં અનેક નગર છે નિ શ્રીસંઘ અને જૈન મુનિઓના અધિકારમાં જે જ્ઞાનભંડારો છે તેમાં કલ્પી ન શકાય તેવું વિશાળ જૈન-જૈનેતર વિવિધ વિષયોને લગતું સાહિત્ય પ્રાચીનહસ્તપ્રતોમાં વિદ્યમાન છે જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરવામાં આવે છે તેમ તેમ તેમાંથી અનેક વિષયોને લગતી નવી નવી હસ્તલિખિત કૃતિઓ પ્રાપ્ત થતી જાય છે. માત્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે જ્ઞાનભંડારો આજે વિદ્યમાન છે તેની ગ્રંથસંખ્યા મોછામાં ઓછી સાત આઠ લાખ કે તેથી અધિક થાય. આ સંખ્યામાં પ્રાચ્યવિદ્યામંદિર વડોદરા, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ફાર્બસ સભા, મુંબઈ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ઇત્યાદિ જાહેર વિદ્યાસંસ્થાઓના ગ્રંથસંગ્રહો ઉમેરીએ તો આ સંખ્યા એનાથી પણ વધી જાય'. સર્વ ગ્રંથભંડારોની પ્રામાણિક યાદી તૈયાર કરવાનું કામ ઘણું જરૂરી છે, આવી વિવિધ વિષયોને આવરી લેતી હસ્તપ્રતો લંડનની મેડિકલ કૉલેજની લાઈબ્રેરીમાં તેમજ પેરિસની નેશનલ લાઈબ્રેરીમાં વિપુલ પ્રમાણમાં છે. જેની પ્રામાણિક યાદી તૈયાર પણ નથી થઈ.
આવી સંગ્રહાયેલી હસ્તપ્રતોના અનેક વિષયક ગ્રંથો, એઓની પ્રશસ્તિઓ અને પુષિકાઓમાં જે હકીકતો, વસ્તુઓ અને સામગ્રી સમાયેલી છે તેનું પૃથક્કરણ કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં સમૃદ્ધ સાહિત્યનો ઉમેરો
કે આપણા જ્ઞાનભંડારોમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું જે જૈન-જૈનેતર વિપુલ સાહિત્ય વિદ્યમાન છે તેમાં આપણી પ્રાચીન ભાષાઓના કોશોને સમૃદ્ધ કરવાને લગતી ઘણી જ પર્યાપ્ત સામગ્રી છે. તદુપરાંત મોટી fખ્યામાં જૈન આગમો, કર્મસાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથો, કાતંત્ર-સિદ્ધહેમ-સારસ્વત આદિ જેવાં વ્યાકરણો, ઘુવંશ આદિ મહાકાવ્યો, વાભદાલંકાર, વિદગ્ધમુખમંડન આદિ ગ્રંથો, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદક, જયોતિષ, ગણિત, અનેક કથાઓ, અંગવિધા આદિ અનેક વિષયના ગ્રંથ ઉપર વિક્રમની પંદરમી સોળમી સત્તરમી શતાબ્દીમાં રચાયેલા બાલાવબોધ અને સ્તબકોની પ્રાચીન અને લગભગ એજ સમયે લખાયેલી હસ્તપ્રતો સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે. આ ગ્રંથગૃહોમાં સંગૃહીત થયેલા ગ્રંથોના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખકોની પ્રશસ્તિઓમાં તેમજ જયોતિષ, ગણિત આદિ ગ્રંથોમાં સંવતુ કે સંખ્યા જણાવવા માટે શબ્દાંકો, અર્થાતુ ચંદ્ર એટલે એક, હસ્ત એટલે બે, અગ્નિ એટલે ત્રણ, ગોસ્તન એટલે ચાર, બાણ એટલે પાંચ આદિ શબ્દાંકો આપ્યા છે. આ શબ્દાંકોની પદ્ધતિ અતિ રસપ્રદ છે.
આપણા જ્ઞાનભંડારોમાં ગુજરાત, રાજસ્થાની કે મિશ્રભાષાનું કવિતારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે. તેની વિવિધતા અને વિશેષતા જાણવા માટેના જે સંકેત છે તે પણ નોંધવા જેવા છે. આપણી લોકભાષાની દૃષ્ટિએ આ કૃતિઓમાં આટલી બધી વિવિધતા હોવાનો ખ્યાલ પણ બહુ ઓછાને હશે, જેમ કે (૧) સંધિ, રાસ, ચતુષ્પદીઉપઈ-ચુઈ-ચુપદી-ચોપાઈ, પ્રબંધ, પવાડુ, આખ્યાનકથા (૨) પરિપાટી, ધવલ-ધોળ, વિવાહલો, સલોકો, હમચીહિમચડી નીસાણી, ગથ્થરનીસાણી, ચંદ્રાઉલાં, સુખડી, ફૂલડાં, ચરી, ગીતા, રાજગીતા, ભ્રમરગીતા, બ્રહ્મગીતા, સુંઅરી, વેલી, ગુહલી, હાલરડું, નિશાલગરણું, જમણિયા-ભોજનિયાં, હરિઆલી-હીલી, ગરબા, (૩) ફાગ, વસંત, હેરી, ધમાલ-ધમાર, ચર્ચરો, નવરસો, રાગમાળા, બારમાસા (૪) ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્ર, સ્તુતિ-થઈથીય, ચોવીસી, વીસી, વિજ્ઞપ્તિકા-વિનતિ, ગીત, ભજન, લાવણી, છંદ, પૂજા, દેવવંદન, આરતી-મંગળદીવો (૫) સજઝાય, * ભૂતપૂર્વ આચાર્યા, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, રાજકોટ
પથિક દીપોત્સવાંક - ઓકટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૭૮
For Private and Personal Use Only