________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, અમદાવાદ
અશોક દેસાઈ
ગુજરાતના સપૂત અને રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક આખા દેશમાં પ્રથમ અનોખું સ્થાન ધરાવે છે.
. આ સ્મારકના સરદાર જીવનદર્શન પ્રદર્શનમાં સરદાર સાહેબનું કિંમતી સાહિત્ય સંઘરાયેલું છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ સાથેનો પત્રવ્યવહાર, નાયબ વડાપ્રધાન તરીકે તેમજ ગૃહમંત્રી તરીકે જે ઐતિહાસિક નિર્ણયો લીધા તે અંગેની મહત્ત્વની ફાઈલો, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગેનું સાહિત્ય, પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે તેમજ કોંગ્રેસના મહાન આગેવાન નેતા તરીકે અનેક પત્રો, સાથીઓ, મિત્રો અને સંસ્થાને માર્ગદર્શન, હિંમત, પ્રેરણા આપતા પત્રોની ફાઇલો વગેરે અહીંના દફતર ભંડારમાં સચવાયેલું છે.
સરદાર જીવન દર્શન પ્રદર્શન’ એ સરદાર સાહેબના જીવન અને કાર્યને આવરી લેતું પ્રદર્શન છે. આ પ્રદર્શનમાં નીચે દર્શાવ્યા મુજબ ક્રમવાર તસ્વીરો તેમજ હકીકતો-વિગતો ગોઠવવામાં આવી છે.
બાળપણ, વિદ્યાભ્યાસ, વકીલાત, જાહેરજીવનનો પ્રારંભ, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ, ૨૦-૨૧ની અસહકારની ચળવળ, ૧૯૨૨નું કોંગ્રેસનું અધિવેશન, નાગપુર ધ્વજ સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, ગુજરાતનું રેલસંકટ, બારડોલી સત્યાગ્રહ, ૩૦-૩રની લડત, બોરસદ પ્લેગ નિવારણ, પ્રાંતિક સ્વરાજય, હિરાપુરા અધિવેશન, રાજકોટ સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, ૪૨ની લોકક્રાંતિ, સીમલા કોન્ફરન્સ, કેબિનેટ મિશન, વચગાળાની સરકાર, રાષ્ટ્રનું સંગઠિત નિર્માણ, દેશી રાજયોનું વિલીનીકરણ, જવાનોની સાથે, જુદા જુદા કાર્યકર્તાઓ સાથે, રાષ્ટ્ર સન્માન, પ્રજાસત્તાક ભારત, અમદાવાદની અંતિમ મુલાકાત અને ચિર વિદાઈ.
સંગ્રહાલયમાં માનપત્રો, ભેટસોગાદો, ફોટાઓ, કાસ્કેટ, સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી બીજી જૂની ચીજ વસ્તુઓ જેવી કે ફાઉન્ટન પેન, ભગવદ્ગીતા, અનાસકિતયોગ, ચરખો, પેટી લોટો, ગરમ બંડી, ઝભ્ભા, મણિબહેન દ્વારા કતલ ખાદી સૂતરના તાકા, ચપ્પલ, કુકર, રજાઈ વગેરે આપ જોઈ શકશો. સ્મારકનો ઐતિહાસિક પરિચય
અમદાવાદ શહેરમાં ઈ.સ. ૧૯૧૬માં જહાંગીર બાદશાહનું શાસન હતું. તે દરમ્યાન જહાંગીર બાદશાહ અમદાવાદમાં નવ માસ રહ્યા હતા. તે પછી શાહજાદા (મુઈમ) શાહજહાંની ઈ.સ. ૧૬૧૮માં અમદાવાદના સુબા તરીકે નિમણૂંક કરવામાં આવી. શાહજહાંએ ઈ.સ. ૧૬૧૮ થી ૧૬૨૨ સુધી સૂબેદારી કરી એ દરમ્યાન આ “મોતીશાહી મહેલ બાંધવામાં આવ્યો હતો.
શાહજહાંની સુબાગીરી દરમ્યાન એક વર્ષ દુકાળ પડ્યો. દુષ્કાળથી પીડાતા લોકોની પીડા દૂર કરવાના શુભ હેતથી શાહજહાંએ બગીચાઓ અને મકાનો બનાવડાવ્યા. જે સંદર બગીચો બન્યો તેનું નામ “બાયે શાહી' પાડ્યું. ભવિષ્યમાં એ બાગ શાહીબાગ તરીકે ઓળખાયો.
આ ઇમારતમાં ઈ.સ. ૧૮૭૮માં આપણા રાષ્ટ્રીય કવિ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ સાથે રહ્યા હતા. તેઓ મેજિસ્ટ્રેટ હતા. ત્યારબાદ સરકારી ઓફિસો પણ આ મકાનમાં રાખવામાં આવી * નિયામક, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ, અમદાવાદ-૪
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ • ૧૦૧
For Private and Personal Use Only