________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર અને સમાપન
ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક સમૃદ્ધિથી સભર પુસ્તક “કચ્છનું સંસ્કૃતિ દર્શન” માટે દ્વિભાષી મુંબઈ રાજ્યનું પારિતોષિક (૧૯૬૦), કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૬૨) અને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૩) ઉપરાંત કચ્છશક્તિ ઍવૉર્ડ (૧૯૯૫)અને ગુજરાત સંગીત-નાટ્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર(૧૯૯૭)થી રામસિંહજીભાઈની સાહિત્યિક સાંસ્કૃતિક સાધના સમ્માનિત થઈ હતી. એંસી વર્ષની ઉંમરે ૨૫મી જૂન, ૧૯૯૭ના રોજ એમનું નિધન થતાં કચ્છ સંસ્કૃતિ, અસ્મિતા અને સમગ્ર કચ્છીયતનો એક સંનિષ્ઠ પ્રહરી ગુમાવ્યો હતો.
કાકા કાલેલકર, ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે ઉપરાંત અન્ય સાહિત્ય સ્વામીઓ તેમના આ લોકકલા કેન્દ્રની મુલાકાતે આવી ગયા છે. પ્રસંગોપાત્ત અહીં મેળાવડા, પરિસંવાદો અને સંભાષણો પણ ગોઠવાતાં રહે છે. સ્થાનિક સર્વશ્રી નીતાબેન કે. જોશી અને ભારતબા એમ. જાડેજાની પરામર્શ સેવાઓ પણ જિજ્ઞાસુઓને મળી રહે છે. કચ્છી ભાષા, કમાંગરી કલા, રાગ અને લોકસાહિત્યના અપ્રાપ્ય એવા નમૂના તથા અભ્યાસ સામગ્રીનો લાભ વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, સંશોધકો, રસજ્ઞો લઈ શકે તે માટે કેન્દ્ર શનિવાર સિવાય દરરોજ નવી બાર વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને નિઃશુલ્ક નિહાળી શકાય છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૨ ૧૪૧
For Private and Personal Use Only