________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગાડીને મંગલાચરણ કરેલું એ મૂળ નોબત (અને તેના પર સુલેમાન બાપાના ચિત્ર સહિત)ખૂણામાં રખાયેલ છે. ‘પ્રવેશક'માં કચ્છી ભરત અને મોતીકામનાં નમૂના અને તોરણો આવકારે છે. પ્રદર્શન કક્ષમાં પ્રવેશ
હવે આપણે બે દરવાજ ધરાવતા “યુ' આકારના પ્રદર્શન કક્ષમાં ડાબા દરવાજેથી પ્રવેશ મેળવીએ. આપણી સંસ્કૃતિમાં દરેક માંગલિક કાર્યોની શરૂઆત “શ્રી ગણેશાય નમ:' થી થાય છે, તેમ અહીં પ્રવેશતાં ગણેશજીનાં વિવિધ આકાર-પ્રકારનાં લોકકલા શૈલીમાં કપડાં પર આલેખાયેલાં ભરત-ચિત્રો છે. અહીં એક વિભાગમાં (ઘરેણાં, ધન કે અગત્યનાં દસ્તાવેજો સાચવવાનાં જુદા જુદા આકારનાં ત્રાંબાનાં પાત્રો રખાયાં છે. તો વળી બીજા એક વિભાગમાં ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, પુરાતત્ત્વ, પ્રાગૈતિહાસ અને ઇતિહાસ જેવા થોત્રીય વિજ્ઞાનો (ફિલ્ડ સાયન્સ)ના નમૂના રખાયા છે.
અહીં તમને ૧૮૭૩ની સાલના કચ્છનાં જૂના નકશાઓ પણ નિહાળવા મળશે. અન્ય એક વિભાગમાં પ્રાચીન લેખન સામગ્રીના નમૂના રખાયા છે, જેમાં કાચ, ચીનાઈ માટી અને ધાતુના ખડિયા, કલમ, કાગળનો વીંટો રાખવાની ધાતુની ભૂંગળી, કોટાયમાંથી પ્રાપ્ત સરસ્વતીની મૂર્તિ, વિધિન લેખ (પષ્ટિ)લખવા માટે રખાતું કાઇનું પાત્ર વગેરેનો સમાવેશ થાય છે.
પ્રદર્શન કક્ષની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે સામસામી ભીંતોના ઉપરના ભાગમાં કાચના શોકેસમાં વસ્તુઓ પ્રદર્શિત થઈ છે, જયારે તેની નીચેના સળંગ ભાગમાં પ્રાચીન પુસ્તકોનો ભંડાર ભર્યો છે. કચ્છની સંસ્કૃતિની ઝલક અને ઝાંખી કરાવતાં પ્રાચીન સ્થળો અને પુરાવશેષોની શ્રી રાઠોડની સુંદર તસવીરો અને શ્રી એલ.સી. સોનીનાં તૈલચિત્રોનું પ્રદર્શન પણ મુકાયું છે. આગળ ચાલતાં, ધાતુ-પાત્રોની બનેલી વિવિધ કલાત્મક પૂજન-સામગ્રીઓ (મર્તિઓ. દીપમાળાઓ ઈત્યાદિ) ગોઠવાયેલી છે. તો એ પછી સંગીતનાં વિવિધ કાઠ-સાધનો પણ મુકાયેલાં છે.
ભાતીગળ સામગ્રીનાં દર્શન
એ પછીના વિભાગમાં ગૃહિણીઓના રોજ વપરાશની વિવિધ ચીજવસ્તુઓ (જેવી કે ખાંડણી-દસ્તો, વેલણ, તવેથો, ઢીંચણિયા વગેરેનાં) કાઠ-નમૂના, વિવિધ હથિયારો, ઘર વપરાશનાં ત્રાંબા-પિત્તળનાં વિવિધ ભાતીગળ વાસણો અને સાધનો, શરીર પર પહેરવાનાં ચાંદીનાં નાના પ્રકારનાં વિવિધ આભૂષણો, સિક્કાઓ તેમ જ જૂની ચોપાટ અને શતરંજના નમૂના પણ અહીં પ્રદર્શિત થયા છે. મોજડીથી લઈને મોડ સુધીનાં મોતીકામ અને ભરતકામનાં વસ્ત્રાલંકારોથી શોભતું અને બાજોઠ પર મુકાયેલું “રબારી-વરરાજા'નું પૂતળું પણ આકર્ષક છે.
પ્રદર્શન કક્ષનો વળાંક લેતાં બીજા ભાગમાં કમાંગરી શૈલીનાં અસલ ચિત્રો, મોતીકામથી ભરેલાં ઘરેણાં, માટીકામનાં રમકડાં અને માટીનાં પાત્રો, વિવિધ વસ્ત્રાલંકારો, ઊની નામદાના નમૂના, પાબુદાદાના પરચાઓ નિરૂપતું કાપડ પર આલેખાયેલું વિશાળ ચિત્રપટ્ટ વગેરે રજૂ થયાં છે. રબારીઓનાં ઘરના આલેખો તેમ જ ગુજરાતના વિખ્યાત ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમારનાં કમાંગરી શૈલીનાં ચિત્રો (૧૯૭૧-૭૨) અહીં જુદી જુદી જગ્યાએ નજરે પડે છે. અહીં એક વિભાગ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતો પણ છે. આવો, મધ્યસ્થ ખંડમાં
લંબ ગોળાકાર કક્ષ પૂર્ણ કરીને સામેના આ મધ્યસ્થ ખંડમાં પ્રવેશતાં અહીં લાગેલાં કચ્છના વિવિધ મહાનુભાવોનાં સુંદર તૈલચિત્રો ખાસ ધ્યાન ખેંચે છે. અહીં પણ વિવિધ પુસ્તકોનો ખજાનો ભર્યો છે, જેમાં ભગવદ્ગોમંડળના નવ ભાગોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે દોરેલાં મૂળ ચિત્રો અહીં પ્રદર્શિત થયાં છે. યુસુફ મહેરઅલી પર સંબોધાયેલો તારીખ ૧૮મી મે, ૧૯૩૯ વાળો ગાંધીજીનો લખેલો મૂળ પત્ર પોસ્ટના કવર સહિત અહીં સચવાયેલો છે !
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૩૯
For Private and Personal Use Only