________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયાજીરાવ બીજા, મલ્હારરાવ, ખંડેરાવ અને સયાજીરાવ અને સયાજીરાવ ત્રીજાના સિક્કાઓ જોવા મળે છે.
ગુજરાત અને કાઠિયાવાડના ઘણા દેશી રાજાઓને પોતાના આગવા સિક્કા પાડવાનો હક્ક હતો. નવાનગર, પોરબંદર, કચ્છ જૂનાગઢની કોરીઓ અહીં સંગૃહીત છે. તેના ઉપર નાગરીમાં રાજાનું નામ અગર તેના સૂચક શબ્દો આપેલ છે. જેમ કે નવાનગર માટે “શ્રીજામ”, પોરબંદર માટે “શ્રીરાણા”, કચ્છ માટે “રાવજી”, “દેશળજી” વગેરે નામો છે. જૂનાગઢ માટે “શ્રીદીવાન” અથવા તો જૂનાગઢનો “જ” તથા “ગઢ' ને બદલે “ગડ” બહાદુરખાનનો “બા” વગેરે. આ નાગરી અક્ષરો ઉપર જે ફારસી લખાણો છે. તે સમકાલીન ગુજરાતના સુલતાનનાં નામનાં સૂચક છે. મુઝફરશાહ, મહમૂદશાહ વગેરેના સિક્કા છે.
લુણાવાડાના વખતસિંહની સિંહની આકૃતિવાળો સિક્કો ત્થા રાધનપુરના જોરાવરના જાડા બેડોળ એકાક્ષરી સિક્કા પણ છે. તેના પર રાજાના નામનો પહેલો અક્ષર 'જા” નાગરીમાં લખ્યો છે.
ખંભાતના પોણોસો વર્ષ જૂના પૈસા ઉપર “શ્રીખંભાત બંદર સં. ૧૯૪૮ની સાલ” ગુજરાતીમાં લખાતાં જયારે બે સિક્કામાં આ લખાણનાં ચોથા તથા પાંચમા અક્ષરો જ દેખાય છે. મોતીસંગજીનું નામ તેના સિક્કા પર છોટા ઉદેપુર વાંચી શકાય છે.
ભાવનગરના વખતસિંહજીના સિક્કા પર ફારસીમાં મુઘલ શહેનશાહ શાહજહાઁન ત્રીજાનું નામ તથા બીજું નાગરીમાં ‘બહાદુર' શબ્દ વાંચી શકાય છે.
જૂનાગઢના હમીદખાન, મહાબતખાન બીજા, બહાદુરખાન, મહાબતખાન ત્રીજાના, પોરબંદરની વિક્રમાતીની રાણા શાહી કોરી, નવાનગરના રણમલજી અને વિભાજીના સિક્કા તેમજ કચ્છના રાયધણજી, દેશળજી પહેલા, દેશળજી બીજા, પ્રાગમલજી અને ખેંગારજીના સિક્કાઓ છે.
આ મ્યુઝિયમમાં સોનાના સિક્કાઓમાં મહિમદશાહ, ગજપતી-પેગોડા, કૃષ્ણરાજ, મહાદેવ, યાદવ, શ્રી પ્રતાપ દેવરાજ, ગજપતી-પેગોડા, યાદવ દેવગિરિ, અલ્લાઉદ્દીન મહમદશાહ, એન્ટોનીમસ, ઈકેરી સદાશિવ, વેસ્ટર્ન ચાલુક્ય જયસિહ, ગજરોષ્ટી, રાજા કામઠીરાવ, હરિહરરાવ ઔરંગઝેબ-આલમગીર, વેંકટર, કોટરીલી, રામરાય, ફનામ, વિરરાય, હૈદરઅલી, પૃથ્વીદેવ, અનંતરાવ, ગોવિંદચંદ્ર, પૃથુદેવ, જામવિભાજી, જગલદેવ, અહમદશાહ, રામરાય, રામદેવ, હમજીત કોચીન, ગોવિંદચંદ વગેરે શાસકોના કુલ મળીને ૧૧૩ સોનાના સિક્કાઓ આજે પણ છે.
આમ, મ્યુઝિયમ એક એવું સ્થાન છે, જયાં આપણા દેશનું સંસ્કાર ધન-સાંસ્કૃતિક વારસો જળવાયો છે. આ સંસ્કાર ધનથી બહુજન સમાજ વંચિત ન રહે તે માટે તેનો પ્રચાર-પ્રસાર કરવો એ મ્યુઝિયમની સર્વોપરિ અગત્યતા છે. આમ, મ્યુઝિયમ એ પ્રાચીન અને અર્વાચીન યુગ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે.
સંદર્ભો ૧. વ.લ.દેવકર, વોટ્સન મ્યુઝિયમ, રાજકોટની માર્ગદર્શિકા તથા સ્મૃતિ પુસ્તિકા. ૨. ડૉ. ભૌમિક સ્વર્ણકમલ : ગુજરાતનાં મ્યુઝિયમો ૩. શાસ્ત્રી, હ.ગં. અને પરીખ પી.સી. : “ભારતીય સિક્કાશાસ્ત્ર ૪. આચાર્ય, નવીનચંદ્ર આ. : “ગુજરાતના સિક્કાઓ. ૫. આચાર્ય, ગિરજાશંકર વ. : “હિન્દના પ્રાચીન સિક્કા' (શ્રી ફ.ગુ.સભા, નૈમાસિક, લેખ) ૬. ડૉ. જમીનદાર રસેશ : ક્ષત્રપ કાલનું ગુજરાત. ૭. પરીખ, રસિકલાલ, શારસી હ.ગ. : ગુજરાતના રાજકીય સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ, ૨, ૩, ૫, ૬. ૮. દેસાઈ શંભુપ્રસાદ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ. ૯. રૂબરૂ મુલાકાત.
પથિકદીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૪
For Private and Personal Use Only