________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું સિક્કાઓ અનિયમિત લંબચોરસ, ચોરસ અને ગોળ એમ જુદા જુદા આકારના હોય છે. જે મોટે ભાગે રૂપાના, તાંબાના હોય છે. ઈ.સ. પૂર્વે સાતમી કે આઠમી શતાબ્દીથી ઈ.સ. 300 સુધી આખા ભારતમાં પ્રચલિત હતા.
ગુજરાતમાંથી કેટલાક મૌર્યકાલીન સિકકાઓ જુદાં જુદાં સ્થળોએથી મળ્યાં છે. આ સિક્કાઓ આહત (Punchmarked) પ્રકારના છે. એના પર અલગ-અલગ પંચ વડે ચિહ્ન આહત કરેલા હોય છે, પરંતુ લખાણ હોતું નથી. આ સિક્કા સામાન્ય ૩૨ રતીભારના હોય છે. તેના અગ્રભાગ ઉપર પાંચ ચિત્ર અંકિત કરેલ હોય છે. પૃષ્ઠભાગ ઉપર કાં તો એક મોટું ચિહ્ન હોય છે. અથવા સંખ્યાબંધ નાનાં ચિહ્નો હોય છે. વિવિધ જાતની આકૃતિઓમાં સૂર્ય, ચંદ્ર, ચૈત્ય, મયૂર, કાચબો, વાનર, મનુષ્ય તથા દેવોનો પણ સમાવેશ થતો હતો. અહીંયાં કાચબાના ચિહ્નોવાળો પંચમાર્ક તાંબાનો સિક્કો છે. જયારે સોટરમેગેસ ઇન્ડોપાર્થિયન સિક્કાઓ ઉપર અગ્રભાગમાં રાજાની પ્રતિમા તથા બીજી બાજુ દેવ-દેવી દર્શાવતા તો કેટલીક વખત રાજા ઘોડા ઉપર બેઠેલો હોય તેવો સિક્કો જોવા મળે છે.
આશ્વવંશના રાજાઓના હાથીની આકૃતિઓવાળા સિક્કાઓ જોવા મળે છે. ક્ષત્રપ શાસક નહપાન અને ગૌતમીપુત્ર સમકાલીન હતા. જે સિક્કા ઉપરથી પુરવાર થાય છે. આશ્વના સિક્કાના બે વિભાગ છે. જેમાં (૧) પહેલા વિભાગમાં પ્રાચીન તત્ત્વો છે. તો બીજા વિભાગમાં સિક્કા વધારે અનિયમિત જાડાઈના કઢંગા અને ઘોડા તથા હાથીનાં ચિત્રોવાળાં છે. ગૌતમીપુત્ર યજ્ઞશાતતર્ણિએ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કિનારાનો પ્રદેશ જીતી લીધો હતો, એમ લેખમાંથી જાણવા મળે છે, જે સિક્કાઓ પુરવાર કરે છે.
ઈ.સ.ની પહેલી સદીની શરૂઆતમાં યુએ ચી. જાતિના કુષાણ રાજા કેડફીસીસ પહેલાએ કાબૂલના ગ્રીક સૂબાને હરાવીને તે પ્રાંતનો કબજો લીધો. તેની પછી કેડફીસીસ બીજાએ પંજાબ અને સિંધુ પ્રદેશના ગ્રીક સૂબાને હરાવી તે પ્રદેશનો કબજો મેળવ્યો. તેણે રોમન સિક્કાની ઢબના સોનાના સિક્કા પડાવ્યા હતા. કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવના સિક્કાઓ ગોળ હતા. જેમાં એક બાજુ રાજા ઊભેલો હોય છે અને જમણી બાજુએ નાના યજ્ઞકુંડમાં આહૂતિ આપતો હોય છે. તેના તાંબાના સિક્કામાં તે હાથી પર બેઠેલા જોવા મળે છે. બીજી બાજુ હિંદુ દેવતાઓનાં પ્રતીક હોય છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવો તેમ જ વંદની આગળ ઊભેલા શિવ પણ જોવા મળે છે. અહીંથી આપણને કુપાણાના સિક્કામાં એક બાજુ રાજા તથા બીજી બાજુ નંદીન અઢેલા શિવ તથા અન્ય દેવ-દેવીઓની સુંદર આકૃતિઓવાળા સિક્કા મળે છે. જ્યારે એક સિક્કામાં બેઠેલા બુદ્ધ પણ છે. જે કનિષ્કના સિક્કામાં બુદ્ધની આકૃતિ તેમ જ “બુદ્ધ' કે “શાક્યમુનિ બુદ્ધ" તેમણે લખાવ્યું હતું. આમ કનિષ્કના સિક્કાઓ પર દેશના અનેક ધર્મોના દેવદેવીઓનાં પ્રતીકો જોવા મળે છે. અહીં આપણને કેફીસ, વીમકેડફાઈસિસ, કનિષ્ક, હવિષ્કના સિક્કાઓ મળે છે, જે તાંબાના છે.
પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગોળ સંખ્યાબંધ સિક્કાઓ તેમની રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ જાણવા માટેનું ખૂબ જ મહત્ત્વનું સાધન છે. ઉપરાંત તાંબા, પોટન અને સીસાના સિક્કાઓ પ્રચલિત હતા. ક્ષત્રપોના સિક્કામાં
-વિદેશી ઉભય પદ્ધતિઓનું મિશ્રણ જોવા મળે છે. આ સિક્કા પરના અક્ષરો, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે બાબતમાં ગ્રીક અસર સૂચવાય છે, તો સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તથા પર્વત, નદી, ચંદ્ર, સ પ્રકૃતિનાં પ્રતીકો ભારતીય અસર સૂચવે છે. આ સિક્કાઓ ૨૮ થી ૩ર ગ્રેન સુધીના વજનના હોય છે. ઉપરની બાજુએ રાજાનું માથું અને માથાની ડાબી બાજુએ સાલ આપેલી હોય છે. બ્રાહ્મી લિપિમાં રાજા અને તેના પિતાનું નામ હોય છે.
ક્ષત્રપ શાસક ભૂમિક, નહપાન, રુદ્રસિંહ પહેલો વિજયસેન, રુદ્રસેન બીજો, “તૃદામા, સ્વામી સદ્ધસેન, વિશ્વસેન, રુદ્રસિંહ બીજાના સિક્કાઓનો સંગ્રહ અહીં જોવા મળે છે. જેમાં ક્ષત્રિયવંશી ભૂમિકના સિક્કામાં વજ, ધર્મચક્ર તથા સિંહની આકૃતિવાળા તથા નહપાનના વજ, તીર વગેરેની આકૃતિવાળા સિક્કા રસપ્રદ છે. જયારે બીજા ક્ષત્રપ રાજાના સિક્કા ઉપર રાજાની અદ્ય પ્રતિમા તથા બીજી બાજુ ચૈત્ય, સૂર્ય, ચંદ્ર, નંદીનાં ચિહ્નો તથા બ્રાહ્મી લિપિમાં રાજા તથા તેના પિતાનાં નામ તથા બિરુદ જોવા મળે છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૨
For Private and Personal Use Only