________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સંસ્થાનો બીજો અગત્યનો વિભાગ છે પુસ્તકાલય. પ્રાચ્યવિઘાને લગતાં ૫૦,૦૦ જેટલાં પુસ્તકો (જેમાંથી અન્યત્ર કેટલાંક અપ્રાપ્ય અને દુર્લભ) અને વિશ્વભરમાંથી આવતાં ૨૦૦ જેટલાં સંશોધન સામયિકોથી આ પુસ્તકાલય સમૃદ્ધ અને સુવિધાપૂર્ણ છે. સંસ્થાનો ત્રીજો અને અગત્યનો જગવિખ્યાત વિભાગ છે “રામાયણ વિભાગ” જે હાલ સમક્ષિત આવૃત્તિ વિભાગ તરીકે ઓળખાય છે. આ વિભાગ દ્વારા ઈ.સ. ૧૯૫૧ થી ઈ.સ. ૧૯૭૫ન સમયગાળામાં તૈયાર કરાયેલ વાલ્મીકિ રામાયણની (સાત કાંડોમાં) સમીક્ષિત આવૃત્તિના પ્રકાશનથી આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. આમ, પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પછી દ્વિતીય ક્રમે આ સંસ્થા સ્થાન ધરાવે છે. સતત કાર્યશીલ અને ખંતીલા એવા આ વિભાગ દ્વારા ૧૯૯૮માં વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિનું પ્રકાશન થયું. અને હાલમાં આ વિભાગ દ્વારા માર્કડેય પુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે.
ફક્ત વિદ્વાનો જ નહીં પણ સામાન્ય પ્રજાજનોને પણ જ્ઞાનના ભંડારથી લાભાન્વિત કરવાના ઉદ્દેશથી મહારાજાએ માતૃભાષા લોકભાષામાં પુસ્તકો પ્રકાશિત કરવાનું આયોજન કર્યું, જેમાં મહારાજા સાહેબે મૂકેલા ભંડોળમાંથી શ્રી સયાજી સાહિત્યમાળા, શ્રી સયાજી બાલજ્ઞાનમાળા, શ્રી સયાજી ગ્રામવિકાસમાળા, માતુશ્રી જમનાબાઈ સ્મારક ગ્રંથમાળા અને અન્ય શ્રેણીઓ દ્વારા લોકભોગ્ય એવાં ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાનાં ૭૦૦ જેટલાં પુસ્તકો આ સંસ્થાએ આજ સુધીમાં પ્રકાશિત કર્યા છે, જેમાં આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિથી મહત્ત્વનાં એવાં “સૂર્યશક્તિ”, લેસર”, “પેટ્રોલિયમ” વગેરે પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત “ચરકનો સ્વાધ્યાય', “વનૌષધિ કોશ', ‘વડોદરાનાં મંદિરો', “પુરાવસ્તુવિદ્યા', “વર્ણકસમુચ્ચય', “સિંહાસનબત્રીસી', “ભારતીય તત્ત્વવિદ્યા', “ભવાઈના વેશની વાર્તાઓ', “સંત નામદેવ', “સંત જ્ઞાનેશ્વર’, ‘શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી' વગેરે ભિન્ન ભિન્ન વિષયોને સ્પર્શતાં પુસ્તકો ઉપરોક્ત શ્રેણીઓમાં પ્રસિદ્ધ થયાં છે.
આ સંસ્થા દ્વારા બે મહત્ત્વનાં સંશોધન સામયિકો પણ બહાર પાડવામાં આવે છે, જેમાં “જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ' ૧૯૫૧ થી પ્રસિદ્ધ થાય છે, જે વિશ્વની લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં અને સંશોધન સંસ્થાઓમાં આજે પણ પહોંચે છે. ૧૯દરથી શરૂ કરાયેલ સંશોધન અને સ્વાધ્યાયને વરેલ ગુજરાતી ત્રમાસિક
પાય” પણ વિશ્વના ગુજરાતીના જાણકાર વિદ્વાનોમાં માન્ય થયેલ છે. આ રીતે આ સંસ્થાને આખી દુનિયાના દેશોની પ્રાચ્યવિદ્યાની સંસ્થાઓ સાથે સંબંધ છે.
આ ઉપરાંત સંસ્થાએ કેટલીક લેખનસામગ્રી પ્રાપ્ત કરી છે, જેવી કે સોનેરી, રૂપેરી, લાલ અને કાળી શાહીનો પાવડર, લેખિની, કોડીના અને પિત્તળના ખડિયા, હસ્તપ્રતોને ઓપ આપવા માટેના અકીકના પથ્થર, હસ્તપ્રતના
રા, ગંજીફાનો સેટ (૧૮૫૦ ઈ.સ.), હસ્તપ્રતની જાળવણી માટે લાકડાનાં સચિત્ર પાટિયાં, કાપડના સચિવા કવર, હસ્તપ્રત સલામત રાખવા માટેની કાગળના માવામાંથી બનાવેલી પેટીઓ, કોતરીને લખેલી હસ્તપ્રત, ૧૭” ૪ ૫” ના માપનું ૧૮માં સૈકાનું લાંબું ચિત્ર પચિત્ર, તામ્રપત્રો અને એવી બીજી ઘણી મૂલ્યવાન સામગ્રી સંસ્થાના શોકેસમાં સાચવવામાં આવી છે, જે જોઈને વિદ્વાન સંશોધકો મુગ્ધ થઈ જાય છે. આ ઉપરાંત શ્રી સયાજીરાવે આપેલ વિરલ હસ્તપ્રતોની સાચવણી માટે ભેટ તરીકે આપેલ ઇંગ્લેન્ડમાં બનાવડાવેલી અગ્નિ અને જળસુરહિત બે મોટી તિજોરીઓ પણ જોવાલાયક છે. ઘરેણાં કે જરઝવેરાત કરતાં આવી હસ્તપ્રતો અને એને લગતી પ્રાચીન વસ્તુઓનું મૂલ્ય એમને મન વધારે હતું.
આ સંસ્થા દ્વારા અવારનવાર રાજયકક્ષાનાં, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, અધિવેશનો, હસ્તપ્રતપ્રદર્શન અને વ્યાખ્યાનમાળાઓનું આયોજન પણ કરવામાં આવે છે.
આમ જ્ઞાનનો દૃષ્ટિપૂર્વક અને સમાજલક્ષી વિનિયોગ એ આ સંસ્થાનું જમાપાસું છે. ભારતીય સંસ્કૃતિની જાળવણી, સંશોધન, સંવર્ધન અને પ્રકાશનના ઉદાત્ત હેતુથી સ્થપાયેલી આ સંસ્થા સંશોધકો, અભ્યાસુઓ અને વિદ્વાનો માટે મોંઘેરી મૂડી સમાન છે. આ સંસ્થાએ એના ખરા અર્થમાં જ્ઞાનના દીપકને જલતો રાખ્યો છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૬
For Private and Personal Use Only