Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 190
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘવીના પાડાનો જ્ઞાનભંડાર સંઘવીના પાડાનો જ્ઞાનભંડાર શેઠશ્રી સેવંતીલાલ છોટાલાલ પટવાના મકાનમાં હતો. આ જ્ઞાનભંડારની સાચવણીના અભાવે શેઠશ્રી સેવંતીલાલના ત્રણ પુત્રો (શ્રી નરેન્દ્રભાઈ, શ્રી દીપકભાઈ અને શ્રી બિપિનભાઈ) એ આચાર્ય શ્રી જંબુવિજયજી મહારાજની પ્રેરણાથી ઈ.સ. ૧૯૭૬ની ૧૭મી જૂને વાજતે-ગાજતે પાટણ જૈન સંઘને આ જ્ઞાનભંડાર અર્પણ કરેલ. આ જ્ઞાનભંડારમાં રહેલા ગ્રંથો “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' માં સાચવવામાં આવ્યા આ જ્ઞાનભંડારમાં તાડપત્રોના ગ્રંથો વધારે હતા. સંઘવીના પાડાના ભંડારના ગ્રંથોમાં બે ભાગ છે : (૧) ૧ થી ૨૦૧૨ પેટી સુધીના ગ્રંથો સારા છે. અને વાંચી શકાય તેમ છે. (૨) બીજા વિભાગમાં જીર્ણ, તૂટક અને ચોટેલા ગ્રંથો હોવાથી તેનો ઉપયોગ કરવાનું મુશ્કેલ છે. ખેતરવસીના પાડાના તાડપત્રીય ભંડાર આ જ્ઞાનભંડારમાં કુલ ૫૭ પેટીઓમાં ગ્રંથો સચવાયેલા છે. પેટી નં. ૨૦, ૨૧, ૨૯, ૩૧, ૩૩, ૩૫, ૪૩, ૪૭, ૪૮, ૪૯ ખાલી છે. અનુમાન છે કે તેમાં રહેલા ગ્રંથો ચોરાઈ ગયા હશે. આ ભંડારના તથા પાટણનાં બીજા સ્થાનોમાં પણ રહેલ તાડપત્રીય ગ્રંથોનો વિસ્તારથી પરિચય આપતું એક HR42 A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Patan' est-il Gaekwad's Oriental Serics, Volume No. LXXVI ઈ.સ. ૧૯૩૭માં પ્રગટ થયેલ છે. ભાભાના પાડાનો જ્ઞાન ભંડાર ભાભાના પાડામાં આવેલ જ્ઞાનભંડારમાં આશરે 3000 જેટલા જૈન અને જૈનેતર ગ્રંથો સચવાયેલા છે. આ ભંડારમાં બૌદ્ધધર્મના ગ્રંથો વધારે છે, તે ધ્યાન ખેંચે છે. ચાર્તુમાસ દરમિયાન આ ભંડારનો ઉપયોગ મોટે ભાગે સાધુસાધ્વીઓ વધારે કરે છે. ઇતિહાસના વિદ્વાનોને જ્ઞાનમંદિરો ભંડારોમાંથી જૈન તેમ જ જૈનેતર એવા આ પ્રાપ્ય અને શકવર્તી ઘણા ગ્રંથો પ્રાપ્ત થાય છે. જે તેની ઐતિહાસિક મહત્તા સૂચવે છે. પૂર્વકાલીન જૈન સાધુઓએ ગુજરાતના ઇતિહાસના આલેખનમાં સારા ફાળે નોધાવ્યો છે. તેમણે લખેલ ગ્રંથોને સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વિભાજિત કરી શકાય ? (૧) વિવિધ તીર્થોનો પરિચય (૨) પ્રબંધો અને (૩) પ્રભાવક પુરુષોનાં ચરિત્રો. અલબત્ત, આ બધાં પુસ્તકો લગભગ ધાર્મિક દૃષ્ટિએ જ લખાયેલાં છે, છતાંયે એમાંથી પણ મુખ્યત્વે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસને લગતી માહિતી સારા પ્રમાણમાં તારવી શકાય છે, તેમ જ એ ઘણી વાર રાજકીય વિગતો પણ પૂરી પાડે છે. વળી ક્યારેક તો રાજકીય વિગતોની ચોક્સાઈના સમર્થનમાં આ ગ્રંથો ઉપયોગી નીવડે છે. આ સંશોધન લેખ જૈન સાધુ-સાધ્વીઓ, “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના ટ્રસ્ટીઓ તથા શ્રી નરેન્દ્રભાઈ પટવા (સંઘવીના પાડા જ્ઞાન ભંડાર તથા શ્રી હે.જૈ.જ્ઞાન મંદિરના ગ્રંથપાલ) અને અન્ય ગ્રંથોનો ઉપયોગ કરીને તૈયાર કરેલ છે અત્રે તેની સાભાર નોંધ લઉં છું. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૭૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202