Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 189
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય વિજયવલ્લભસૂરિજી અને પ્રવર્તક કાન્તિવિજયજીના ઉપદેશથી પ્રેરાઈને શેઠ શ્રી મોહનલાલ મોતીચંદન સુપુત્રોએ પંચાસર જૈન દેરાસર નજીક રૂ. ૨૯૦૦/- જમીન નકરે લઈ રૂ. ૫૧૦૦/-ના ખર્ચે જૈન જ્ઞાનમંદિર બંધાવ્યું આ નૂતન જ્ઞાનમંદિરનું નામ “શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' રાખવામાં આવ્યું. ગૂર્જર સાહિત્ય શિરોમણિ શ્રી કનૈયાલાલ મુનશીએ વિક્રમ સંવત ૧૯૯૫ના ચૈત્ર વદિ ૩ ને શુક્રવારના રોજ (તા. ૭-૪-૧૯૩૯) આ જે. જ્ઞાનમંદિરનું ઉદ્ધાટન કર્યું. સિદ્ધરાજ અને કુમારપાળનો દરબાર વિદ્વાનોથી ભરેલો રહેતો હતો. આચાર્ય હેમચન્દ્ર સિદ્ધરાજના સમયન એક નરરત્ન હતા. એમની વિદ્યાકીય પ્રવૃત્તિઓએ ગુજરાતને મહાન કીર્તિ અપાવી, માળવાથી પાછા ફરતાં સિદ્ધરાજ ભોજનો ગ્રંથભંડાર સાથે લાવેલા. તેમાંના ‘ભોજ-વ્યાકરણ'ને જોઈને એણે હેમચન્દ્રાચાર્યને એવો વ્યાકરણ-ગ્રંથ રચવાની આજીજી કરી. આ માટે સિદ્ધરાજે કાશ્મીર વગેરે સ્થળોમાંથી અનેક વ્યાકરણગ્રંથો મંગાવી આપ્યા. આ પરથી આચાર હેમચને એક નવો વ્યાકરણગ્રંથ રચ્યો - “સિદ્ધહેમ શબ્દાનુશાસન' (સિદ્ધરાજ + હેમચન્દ્રાચાર્ય નામ પરથી) એ મૂલ્યવાન ગ્રંથ લખવાનું પૂર્ણ થતાં રાજાએ પોતાના બેસવાના હાથી પર મૂકીને, એના પર સફેદ વસ્ત્ર ઢાંકીને, સમગ્ર પાટણમાં આચાર્ય હેમચન્દ્ર સાથે ચાલીને, નગરયાત્રા કર્યા બાદ સમ્માનપૂર્વક જૈન ગ્રંથભંડારમાં મૂકયો. ત્યાર બા સિદ્ધરાજે આશરે 300 જેટલા લહિયાઓ રોકીને, અનેક નકલો કરાવી વિદ્વાનોને આપી હતી, દેશ-પર મોકલાવી વિદ્યાકીય પ્રવૃત્તિઓ આદરી હતી. આ ઉપરાંત આચાર્ય દ્વયાશ્રય મહાકાવ્ય, અભિધાન ચિંતામણિ અનેકાર્થસંગ્રહ, દેશીનામમાલા, નિઘટુકોશ, કાવ્યાનુશાસન, છંદોનુશાસન, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વગેરે ગ્રંથ લખ્યા હતા. હેમચન્દ્રાચાર્ય, વિજયસિંહસૂરિ, શ્રીચન્દ્રસૂરિ, નેમિચન્દ્રસૂરિ વગેરે અનેક વિદ્વાનોએ સિદ્ધરાજ પાસે ઉત્તેજન પામી સુંદર સાહિત્યનું સર્જન કર્યું હતું. કુમારપાળની રાજસભામાં પણ આચાર્ય હેમચન્દ્ર મહત્ત્વનું સ્થા ધરાવતા હતા. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ કુમારપાળના સમયમાં ચાલુ રહી. આચાર્ય હેમચન્દ્રના શિષ્યોએ પત અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. આ જૈન જ્ઞાનમંદિરમાં આશરે ૧૫000 મુદ્રિત ગ્રંથો છે, જે ઘણા જ પ્રાચીન છે. આ ગ્રંથો સંસ્કૃત, પ્રાક અર્ધમાગધી, તેમ જ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા છે. હસ્તલિખિત પ્રતો ૨૨૦૦૦ થી ૨૫000 જેટલી છે, જ્યારે મુદ્રિત પ્રતો ૫OO0 ની આસપાસ છે. ' તાડપત્ર ઉપર લખેલ હેમચન્દ્રાચાર્યની મૂલ્યવાન ગ્રંથ- “સિદ્ધ હેમશબ્દાનુશાસન'ની હજાર એક પ્રતો છે. સોનાની શાહીથી લખાયેલા છે ! તેમના અન્ય ગ્રંથો પણ અહીં સચવાયેલા છે. પર્યુષણ પર્વ દરમિયાન વંચાતાં “બારસા સૂત્ર' 'કલ્પસૂત્ર' ગ્રંથ સોનાની શાહીથી લખેલો છે. તે આ જ્ઞાનમંદિરમાં પ્રાપ્ય છે. કેનવાસ પર લખાયેલ “ધર્મવિધિપ્રકરણ' પણ અહીં છે. કેટલાક તાડપત્રના ગ્રંથો કોતરેલા છે. જે આશ હજાર વર્ષ જૂના છે. તેની ઉપર પાઉડર છાંટો તો જ ઉકેલી શકાય છે. કેટલાંક તાડપત્રો ચાંદીની સહીથી લખાયેલ છે. આ ઉપરાંત અનેક જૈનેતર ગ્રંથો પણ છે. બે મજલાના પથ્થરબંધી આ જ્ઞાનમંદિરની વિશેષતા એ છે કે, તે ફાયરપ્રુફ અને ૨૦ ફૂટ ઊંડાઈ સુ ઉધઈ ન આવે તેવી વ્યવસ્થા ધરાવે છે. ગ્રંથોની સાચવણી માટે હવાચુસ્ત પેટીઓ બનાવવામાં આવી છે. આ જૈન “જ્ઞાનમંદિર' આઝાદ મેદાન, પંચાસરા પાર્શ્વનાથના જૈન દેરાસર પાસે આવેલ છે. દર સોમવા જ્ઞાનમંદિર બંધ રહે છે. પાટણ જૈનસંઘ આ “જ્ઞાનમંદિરનું સંચાલન કરે છે. આ જ્ઞાનમંદિરમાં વાંચન માટે વ્યવસ્ટ કરે છે. જૈનો તથા જૈનેતરો આ જ્ઞાનમંદિરનો અભ્યાસ અર્થે સારો ઉપયોગ કરે છે. અન્ય જ્ઞાન-ભંડારો ઉપરોક્ત વિશાળ જૈન ‘જ્ઞાનમંદિર-ભંડારને બાદ કરતાં સંઘવીનો પાડો, ખેતરપાળનો પાડો અને ભાભા પાડામાં જ્ઞાનભંડારો આવેલા છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.ડિસે., ૨૦૦૧ ૧૭૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202