________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪૧ મહારાજા દ્વારા પ્રાચ્યવિદ્યામંદિરના મકાનનો પાયો નાંખ્યો. ૧૯૪૯ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાની સ્થાપના થઈ અને પ્રાચ્યવિદ્યામંદિર એની અંગભૂત
સંસ્થા બની. ૧૯૫૧ રામાયણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે રામાયણ વિભાગ શરૂ કરવામાં આવ્યો. ૧૯૫૮ શ્રીમતી હંસાબેન મહેતા લાયબ્રેરીના નીચેના ભાગમાં પ્રાચ્યવિદ્યામંદિરનું સ્થાનાંતર થયું. ૧૯૬ર ગુજરાતી સૈમાસિક “વાધ્યાય' શરૂ કર્યું. ૧૯૭૬ યુ.જી.સી. દ્વારા સમીક્ષિત આવૃત્તિનું કાર્ય કાયમી ધોરણે ચાલુ રાખવાનું નક્કી થયું અને વિષ્ણુપુરાણની
સમીમિત આવૃત્તિ તૈયાર કરવાનો પ્રારંભ થયો. ૧૯૮૬ માર્કન્ડેયપુરાણની સમીક્ષિત આવૃત્તિનું કાર્ય શરૂ થયું.
આજ સુધી પ્રકાશિત થયેલાં બધાં પ્રકાશનો બહુશ્રુત વર્તુળો દ્વારા ઉમળકાનેર સ્વીકારાયાં છે અને વિદ્વાનો તથા અન્ય સર્વે વાચકોએ ઉપયોગી પુસ્તકો તરીકે વધાવી લીધાં છે. એમાંનાં કેટલાંકને ગુજરાત રાજ્ય તથા ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાએ પુરસ્કાર આપ્યા છે. પ્રસ્તુત ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલાં અતિ મહત્ત્વનાં પુસ્તકો પૈકી થોડાંક પુસ્તકોનાં નામનો નિર્દેશ કરવો યોગ્ય છે. કાવ્યમીમાંસા, તર્કસંગ્રહ, લિંગાનુશાસન, વસંતવિલાસ, પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, લેખ-પદ્ધતિ, સાધનમાળા, માનસોલ્લાસ, તત્ત્વસંગ્રહ, ભરતનાટ્યશાસ્ત્ર, તત્ત્વોપદ્ધવસિંહ, રાજધર્મકૌસ્તુભ, કૃત્યકલ્પતરુ, માધવાનલ કામકંદલા વગેરે. આમાંના ઘણા ગ્રંથો પુનઃ મુદ્રિત કરવાનું કાર્ય ચાલુ છે. એ આ ગ્રંથોના મહત્ત્વને સૂચવે છે. આ ઉપરાંત “સયાજી સાહિત્યમાળા” અને “શ્રી સયાજી બાલજ્ઞાનમાળા' નામની
ખોમાં વિવિધ પસ્તકો પ્રગટ થયાં છે. શ્રી સયાજી ગ્રામવિકાસમાળામાં ગ્રામજનોને ઉપયોગી પુસ્તકો તથા માતુશ્રી જમનાબાઈ સ્મારક ગ્રંથમાળામાં સ્ત્રીઓને ઉપયોગી પુસ્તકો પ્રકાશિત થયાં છે.
આ સંસ્થા સાથે સંકળાયેલ મહત્ત્વની વ્યક્તિઓમાં ડૉ. એન.એન. દાસગુપ્તા, ડૉ. એસ.કે.એલવેલકર, મ.મ.ટી. ગણપતિ શાસ્ત્રી, ડૉ. આર. રામશાસ્ત્રી, ડૉ. એ.બી યુવ, તેમજ પરદેશના વિદ્વાનોમાં પ્રો. જી, તુરસી, ડૉ. હેલન એમ. જોન્સન, ડૉ. ડેનિયલ સ્મિથ, ડૉ. ડેવીડ પિંગી, પ્રો. સિલ્વન લેવી, આર્થર જેદ્રી, મેરિયોઈ કેટલી, પ્રો. સારેસ, પ્રો. પીટર શ્રાયનર, પ્રો. જયોર્જ કાર્ગોના વગેરે. આમાંથી અમુક વિદ્વાનો આજે પણ પ્રાચ્યવિદ્યા મંદિર સાથે સંશોધન કાર્યો દ્વારા સંકળાયેલા છે.
ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં ફારસી અને ઉર્દૂ પ્રકાશનો થયાં છે, વિશ્વવિખ્યાત બન્યાં છે. જીઓએસનાં પ્રકાશનો તેમજ જર્નલ ઓફ ધ ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ તેમજ સ્વાધ્યાયના પ્રકાશનો પરદેશમાં જેમકે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, બાંગ્લાદેશ, બલ્બરિયા, કોલંબિયા, ચેકોસ્લોવાકિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, હોલેન્ડ, ફ્રાંસ, જર્મની, હંગેરી ઇટલી, ઇંગ્લેન્ડ, ઇરાક, જપાન, નેપાળ, નેધરલેન્ડ, રશિયા, રૂમાનિયા, શ્રીલંકા, સ્વીટ્ઝરલેન્ડ વગેરે સ્થળે પ્રચલિત છે અને મંગાવવામાં આવે છે.
હાલમાં પ્રાચ્યવિદ્યામંદિર પાસે લગભગ ૨૮,૫૦૦ જેટલી હસ્તપ્રતો સંગૃહીત છે. વિરલ અને અપ્રકાશિત એવી પ્રાચીન કૃતિઓના પ્રકાશન દ્વારા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પુનર્નિમાણમાં પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા પ્રકાશિત સર્વે મહત્ત્વનાં પ્રકાશનોનું પ્રદાન એટલું અદ્વિતીય છે કે પોતાના સંશોધન અર્થે ઘણા ભારતીય અને પરદેશી વિદ્વાનોને તેણે આકર્ષ્યા છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે એ સંસ્થાની મહત્તાને પુરવાર કરે છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧.૧૭૧
For Private and Personal Use Only