________________
Shri Mahavir Jain Aradhana Kendra
દરબાર હૉલ સંગ્રહાલય જૂનાગઢ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસમુખ વ્યાસ*
દરેક વ્યક્તિને કંઈ ને કંઈ રસ-શોખ હોય છે. પરિણામસ્વરૂપ તે કંઈ ને કંઈ સંગ્રહતો રહે છે. આથી દરેક વ્યક્તિ પાસે તેનું એક અંગત ‘સંગ્રહાલય’ હોય છે એમ કહીએ તો અત્યુક્તિ નહિ ગણાય. સંગ્રહવૃત્તિ માનવીની મૂળ વૃત્તિઓમાંની એક ગણી શકાય. માનવીની આ મૂળ-સંગ્રહવૃત્તિમાંથી જ ‘સંગ્રહાલય’ સંસ્થાનો જન્મ થયાનું કહી શકાય. સંગ્રહાલય માટે પ્રયોજાતો અંગ્રેજી ‘Museum' શબ્દ મૂળ ગ્રીકભાષાના Mouseion શબ્દ પરથી આવેલ છે ને તે ‘વિદ્યામંદિર’ એવો અર્થ દર્શાવે છે . ગ્રીક ભાષામાં વિદ્યાની દેવીને ‘Muse' કહેવાય છે. આમ, મ્યુઝિયમનો ‘વિદ્યામંદિર’ અર્ધ ઉપયુક્ત છે. હિન્દીમાં આના માટે ‘અજાયબધર’ જેવો શબ્દ પ્રયોજાય છે.
સંગ્રહાલયનો પ્રારંભ ૧૮મી સદીમાં યુરોપમાં થયાનું મનાય છે. ભારતમાં અંગ્રેજોના આગમન બાદ ઈ.સ. ૧૭૮૪માં રથપાયેલ રૉયલ એશિયાટિક સોસાયટીએ એકઠી કરેલી વિભિન્ન પ્રાચીન ચીજ-વસ્તુઓને ઈ.સ. ૧૭૯૬માં સંગૃહીત કરતાં ભારતનું તે પ્રથમ મ્યુઝિયમ ગણી શકાય. ગુજરાતનું સર્વપ્રથમ મ્યુઝિયમ ઈ.સ. ૧૮૭૭માં તત્કાલીન કચ્છના રાજ્યની રાજધાની ભૂજમાં સ્થપાયેલ. મ્યુઝિયમના મુખ્ય બે પ્રકાર પાડી શકાય : (૧) કોઈ એક વિષયની વસ્તુઓનો જ્યાં સંગ્રહ હોય તે એકહેતુક સંગ્રહાલય. જેમ કે માત્ર પુરાતત્ત્વને લગતું, સંગ્રહાલય દા.ત. પ્રભાસ-પાટણ, લોથલ વ.નાં સંગ્રહાલય અને(૨) જ્યાં એકાધિક અર્થાત્ વિવિધ વિષયોનો સંગ્રહ કરવામાં આવેલ હોય તે અર્થાત્ બહુહેતુક સંગ્રહાલય; જેમ કે, વૉટસન (રાજકોટ), સક્કરબાગ (જૂનાગઢ), દરબાર હોલ (જૂનાગઢ) ઇત્યાદિ.
હિમાલયના પણ દાદાજી એવા અવધૂત સમાન ગિરનારની ગોદમાં વસેલું-વિકસેલું જૂનાગઢ (પ્રાચીનજીઢોદુર્ગ જીર્ણગઢ છે) તેની ઐતિહાસિક વિરાસતના કારણે પ્રસિદ્ધ છે. અશોકના શૈલલેખોથી આરંભીને ઈ.સ. ૧૯૪૭ સુધીનો તેનો ઇતિહાસ ભાતીગળ ને વૈવિધ્યસભર છે. સોરઠના અંતિમ હિન્દુ રાજા . માંડલિક (ઉજા)નો ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના હાથે પરાજય થતાં જૂનાગઢ પર મુસ્લિમ સત્તા સ્થપાઈ. જે ઈ.સ. ૧૯૪૭ સુધી અમલમાં રહી. ઈ.સ. ૧૭૦૭ એટલે મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન બાદ તેના સૂબા-ફોજદારો સ્વતંત્ર થવા લાગેલ. આ રીતે ઈ.સ. ૧૭૩૫ માં ફોજદાર (પહેલાં તે નાયબ ફોજદાર હતો) બહાદૂરખાને શેરખાન નામ ધારણ કરી સોરઠનું (રાજધાની-જૂનાગઢ) સ્વતંત્ર રાજય સ્થપાયું. તે બાબી વંશનો હોવાથી તેમના વંશજો બાબી કહેવાયા. આ સમય અશાંતિ ને અંધાધૂંધીનો હતો. એટલે આ વંશના પ્રારંભે જૂનાગઢનો ખાસ કંઈ વિકાસ કે સમૃદ્ધિ જોવા મળતી નથી, પણ મહોબતખાન બીજાના સમય (લગભગ ઈ.સ. ૧૮૫૧)થી શાંતિ સ્થપાતાં તેમ જ આ સમય દરમ્યાન કાઠિયાવાડમાં બ્રિટિશ રાજ્યવ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાતાં ને જૂનાગઢ (સોરઠ) રાજ્યને વિશિષ્ટ સ્થાન અપાતાં તેની સુખ-સમૃદ્ધિમાં વધારો થવા લાગ્યો. આ મહોબતખાન બીજાની તેમના રાજ્યકાળ દરમ્યાન ઉત્તર ભારતનાં વિવિધ શહેરોની મુલાકાત દરમ્યાન જયપુર (રાજસ્થાન), આગ્રા-દિલ્હી જેવી ઇમારતોને જૂનાગઢમાં બનાવવાની ઇચ્છા થયેલ. આની પૂર્તિ સબબ તેમણે રંગમહેલ, આયના મહેલ, કચેરી, દીવાન ચોક વગે૨ે ઇમારતો બંધાવી. આમાંની કચેરી તે પ્રસ્તુત લેખનો દરબાર હૉલ. જે ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૮૨ દરમ્યાન ૬,૪૯,૧૦૭૧/૪ લાખ કોરીના ખર્ચે બંધાવવામાં આવેલ. રંગમહેલમાંથી સીધાં જ કચેરીમાં નવાબ પ્રવેશી શકે તેવી આમાં વ્યવસ્થા હતી. આ કચેરીને સોના-ચાંદીના સિંહાસનો, ચાંદીની ખુરશીઓ, બેસુમાર કીમતી ઝુમ્મરો બેલ્જિયમનાં આદમકદ અરીસાઓ. ડિયાળો દીવાલગીરીઓ વગેરે દેશ-વિદેશમાંથી મંગાવેલ ચીજવસ્તુઓથી શણગારવામાં આવેલ. આ કચે૨ી કાયમ માટે ભરાતી નહિ, પણ વિશિષ્ટ પ્રસંગે જેવા કે ગવર્નર કે વાઇસરૉય પધા૨વાના હોય, કોઈ રાજામહારાજા પધારવાના હોય, પુત્ર જન્મ થયેલ હોય, બ્રિટિશ તાજ તરફથી રાજ્યને કોઈ ઇનામ અપાયેલ હોય. ઇદ જેવો ધાર્મિક પ્રસંગ હોય કે રાજ્યાભિષેક હોય ત્યારે કચેરી ભરાતી ને ત્યારે દરેક અમીર-ઉમરાવ વગેરેને તેમની * ૧૫૮, વિશ્વકર્મા સોસાયટી, આનંદ, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી, જિ. રાજકોટ
પથિક - દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૫૫
For Private and Personal Use Only