________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કે ભાવનગરની શામળદાસ કૉલેજમાં ગાંધીજી એક ટર્મ ઈ.સ. ૧૮૮૮માં ભણ્યા હતા. તે સમયની તેમની હાજરી દર્શાવતું પત્રક અને પરીક્ષામાં તેમણે મેળવેલ ગુણપત્રક પણ અહીંયાં ફોટોગ્રાફ રૂપે જોવા મળે છે. આ ઉપરાંત ગાંધીજીના ટૉલસ્ટૉય સાથેના અસલ પત્રોની ફોટોકૉપી પણ અહીંયાં છે. ૧૯૦૯માં ગાંધીજીનો જમણો હાથ દુઃખતો હતો. તેથી ડાબા હાથથી ‘હિંદ સ્વરાજ્ય' પુસ્તક લખવાનો તેમણે પ્રયાસ આરંભ્યો હતો. એ પ્રયાસને વ્યક્ત કરતો તેમનો ફોટો પણ આ સંગ્રહાલયમાં જોવા મળે છે. ગાંધીજીના અવસાનની વિવિધ અખબારોએ લીધેલી નોંધ અને તેના મથાળા દર્શાવતા ફોટોગ્રાફસ પણ પ્રદર્શનમાં છે. ગાંધીજીની અંતિમયાત્રામાં ઉમટેલ માનવમહેરામણની અપ્રાપ્ય તસવીરો પણ અહીંયાં જોવા મળે છે.
આ તસવીર પ્રદર્શનની મુલાકાત ભાવનગર આવતા નાના મોટા દરેક મુલાકાતી અવશ્ય લે છે. ઇતિહાસ અને રાજયશાસ્ત્રના સંશોધકોને આ સંગ્રહાલય અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. કારણ કે દરેક ફોટોગ્રાફ નીચે તેની સાલ અને તેની સંપૂર્ણ વિગતો ટાંકવામાં આવી છે, જે સંશોધકોને અત્યંત ઉપયોગી થઈ પડે છે.
૨. ગ્રંથાલય
ગાંધીસ્મૃતિ ગ્રંથાલયને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે :
૨.૧ ગાંધી સંશોધન સંગ્રહ
ગાંધીજીના જીવન અને કાર્ય અંગેના સંશોધનને ઉત્તેજન આપતા આ સંગ્રહાલયમાં ગાંધીજીએ લખેલા. ' વાંચેલા અને ગાંધીજીના જીવન અને વિચારસરણી વિશે લખાયેલા અને જેમાં ગાંધીજી વિશેના મહત્ત્વના ઉલ્લેખો છે. એવા ગ્રંથોનો વિશાળ સંગ્રહ અહીં છે.
ગાંધીજીએ જેનું સંપાદન કર્યું હતું, તેવા સામયિકો “હરિજનબંધુ', ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ની દુર્લભ ફાઈલો અહીં અકબંધ રીતે જળવાયેલી છે. આ ઉપરાંત ગાંધીયુગના સ્વાતંત્ર્ય સંગ્રામને વાચા આપતા સંદર્ભગ્રંથોનો અહીં ખજાનો છે. સૌરાષ્ટ્રમાં ચાલેલ ગાંધીયુગની લડતોનો દસ્તાવેજી આધાર રજૂ કરતા શ્રી અમૃતલાલ શેઠના સાપ્તાહિક “સૌરાષ્ટ્ર' અને “રોશની’ની અપ્રાપ્ય ફાઈલો અહીં છે. ગાંધીયુગના ભાવનગર રાજયની ગતિવિધિઓની આધારભૂત વિગતો આપતા સાપ્તાહિક ‘ભાવનગર સમાચાર' ની ફાઈલો પણ અહીં સંગ્રહાયેલી છે. ઇતિહાસના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોને સ્વાતંત્ર્ય યુગનો આધારભૂત ઇતિહાસ આલેખવામાં આ સાહિત્ય અત્યંત ઉપયોગી થઈ પડે છે. ગાંધીજીના લગભગ ૨૦,૦૦૦ પત્રોની ફોટોસ્ટેટ નકલ પણ અહીં છે.
ગાંધીયુગ દરમ્યાન પ્રસિદ્ધ થતા કેટલાક અગત્યના સામયિકોની ફાઈલો પણ અહીંયાં સચવાયેલી છે. શિક્ષણપત્રિકા કુમાર, નેશનલ જયોગ્રાફી, ગુજરાત, કૌમુદી, પ્રસ્થાન, ગ્રંથ, મિલાપ, સંસ્કૃતિ, વિદ્યાપીઠ જેવા ઉત્તમ સામયિકોની જૂની ફાઈલો અહીં સચવાયેલી છે.
સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકોના સ્મરણગ્રંથો અને સ્મૃતિગ્રંથો પણ અહીં છે. ટૂંકમાં ગાંધીયુગ પર કાર્ય-સંશોધન કરવા ઇચ્છતા કોઈ પણ સંશોધક માટે આ ગ્રંથાલય સ્વર્ગ સમું છે. આ ગ્રંથાલયનો ઉપયોગ કરી અનેક વિદ્યાર્થીઓ એમ.એ., એમ.ફિલ. થયા છે. તો પ્રા.ડૉ.દક્ષાબહેન પટ્ટણી, ડૉ.પી.જી. કોરાટ, ડૉ.મહેબૂબ દેસાઈ, ડૉ. રમણિક ભટ્ટી, ડૉ. પૂર્ણિમા મહેતા જેવા અનેક અધ્યાપકો આ ગ્રંથાલયના સંદર્ભગ્રંથો અને સાહિત્યનો ઉપયોગ કરી Ph.D. થયા છે.
ગાંધી સાહિત્ય ઉપરાંત આ ગ્રંથાલયમાં તત્ત્વજ્ઞાન, ધર્મ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શિક્ષણ, ભાષા, વિજ્ઞાન, ભૂગોળ વગેરે અનેક વિષયોના અમૂલ્ય ગ્રંથો પણ છે. સંદર્ભ સાહિત્યમાં સામાન્ય જ્ઞાનકોશ, વિષયલક્ષી જ્ઞાનકોશ, શબ્દકોશ, વાર્ષિક અહેવાલો, સંસદના રિપોર્ટ, નકશાપોથીઓ, પ્રાણીકોશ જેવા જ્ઞાનવર્ધક ગ્રંથો પણ અહીંયા છે. ૧૯૫૬માં આ ગ્રંથાલયમાં માત્ર ૨૬૪૫ પુસ્તકો હતાં, જ્યારે આજે આ ગ્રંથાલયમાં
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૯
For Private and Personal Use Only