Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 184
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ મંદિરો એક સંગ્રહસ્થાન સમાન હતા. જૈન ધર્મમાં હાથથી લખેલ હસ્તપ્રતો અને તેમાંનાં ચિત્રો, મૂર્તિઓ અને અન્ય ચીજ-વસ્તુઓ રાખવા માટેના સ્થાન (ભંડારો) તેમ જ મંદિરો સંગ્રહાલયનું જ સ્વરૂપ હોય છે. તે સાથે હિંદુ મંદિરો અને નિવાસસ્થાનોમાં રાખવામાં આવેલ પૂજા સામગ્રી, મૂર્તિઓ, કોતરણીઓ વગેરે સંગ્રહાલય માટેના આદર્શ નમૂનાઓ ગણી શકાય, કેમ કે આ સ્થાનોમાં. સામાન્ય માણસ જઈને પોતાની ભક્તિ ભાવના વ્યક્ત કરતો હોય છે અને પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરે છે. આ બધાં જ્ઞાન પ્રાપ્તિનાં ઉત્તમ સ્થાનો ગણાય છે. જો કે તેનું સ્વરૂપ જુદું છે, પરંતુ સંગ્રહાલયની પદ્ધતિનું એ પ્રાચીન માળખું છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ થતી નથી. અર્વાચીન યુગમાં એક નવી પ્રણાલી ઊભી થઈ છે. સંગ્રહાલયોને ઇતિહાસમાંથી બહાર લાવી વર્તમાનમાં લાવી મૂક્યાં છે. જેમાં આધુનિક ચિત્રકારોનાં ચિત્રોનાં સંગ્રહાલયો રચાયાં. ઉપરાંત સાંપ્રત કલા-કારીગરી, આદિવાસી અભ્યાસ, વિજ્ઞાનનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં સંગ્રહાલયો બનવા લાગ્યાં. પહેલાં જ્યાં એક જ સંગ્રહાલયમાં અનેક વિષયો સમાવવામાં આવતાં, ત્યાં હવે દરેક વિષયનાં અલગ અલગ સંગ્રહાલયો વિકસ્યાં. આમ હવે સંગ્રહાલયો એકાંગી બનતાં જાય છે. આવાં એક જ વિષયવાળાં સંગ્રહાલયોમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે અને જે વિષયો માટે કલ્પના પણ ન કરી હોય તેવાં સંગ્ર આ સંગ્રહાલયો સાથે સાથે સ્થાન સંરક્ષણ પણ મહત્ત્વની બાબત છે. સંગ્રહાલય વિદ્યાના વર્તુળમાં એનો સમાવેશ થઈ જતો હોવાથી એનો પણ આછો ખ્યાલ અહીં કરી લેવા જેવો છે. પ્રાચીન સ્થળ અને સ્મારકો, જૂનાં મકાનો પોતે જ એક સ્વતંત્ર સંગ્રહસ્થાન જેવાં હોય છે. આવાં સ્થળોમાં પ્રાચીન મંદિરો, દેવળો, મસ્જિદો, મકબરા, રાજમહેલો, છતરડીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાક મહાપુરુષોનાં નિવાસસ્થાનો પણ આવા સંગ્રહાલયમાં સમાવવામાં આવ્યાં છે. ભારતમાં પૂ. ગાંધીજીનું નિવાસસ્થાન, નર્મદ, દલપતરામ જેવા કવિઓ તથા જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રબાબુ વગેરેનાં મકાનો પણ આવાં મારકોના પ્રકાર છે. આમ સંગ્રહાલયોનાં વિજ્ઞાન અને વિદ્યાનું ફલક વિકસતું જાય છે. આ સિવાય ઘણી શાળાઓ, મહાવિદ્યાલયો, ઉચ્ચ અભ્યાસ અને સંશોધનની સંસ્થાઓ પાસે પણ પોતાના સ્વતંત્ર સંગ્રહાલયો છે. જેમાં પ્રદર્શિત કરેલા નમૂનાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને જ્ઞાન-વિજ્ઞાનની માહિતી આપવાનું કાર્ય કરે છે. કેટલીક વિદ્યાપીઠો અને સ્વાયત્ત સંસ્થાઓ પોતાના અભ્યાસક્રમને અનુરૂપ પ્રાયોગિક કામગીરી માટે ઐતિહાસિક અને પુરાવસ્તુકીય અવશેષોના સંગ્રહ કરી તેને પ્રદર્શિત કરે છે. જેમાં ભો.જે.વિદ્યાભવન, લા.દ.વિદ્યામંદિર, ગુજરાત વિદ્યાપીઠ વગેરે અમદાવાદ સ્થિત સંગ્રહોને ગણાવી શકાય. તે સાથે સ્થાનિક ઇતિહાસની ઝાંખી માટે જે તે નગરના વહીવટીતંત્ર દ્વારા પ્રાચીનમાંથી માંડી અર્વાચીનકાલ સુધીના નગર ઇતિહાસ, પુરાવસ્તુઓ, નગરની વિશેષતા બતાવતી ચીજ વસ્તુઓનું કાયમી પ્રદર્શનનું આયોજન કરે છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત “સંસ્કાર કેન્દ્ર”નું પ્રદર્શન નમૂનારૂપ માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પોતાની સંસ્થાની ત્તિના ભાગરૂપ લોકોપયોગી કાયમી ભવ્ય પ્રદર્શનો નવી ટેકનોલોજીનાં દેશ્ય-શ્રાવ્ય ઉપકરણ દ્વારા જ્ઞાન-વિજ્ઞાન અને જીવન ઉત્કર્ષ અને આધ્યાત્મિક બાબતોને સુંદર રીતે રજૂ કરી છે, જે આકર્ષણનાં કેન્દ્ર બન્યાં છે. જેમાં ગાંધીનગરમાં આવેલ “આર્ય” સંશોધન સંસ્થા એ “અક્ષરધામ” સંકુલનો સમાવેશ થાય છે. ભારતમાં સંગ્રહાલયોની સંખ્યાની દષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે. ગુજરાત રાજયની સ્થાપના થઈ, ત્યારે ગુજરાતનાં સંગ્રહાલયોનું સંચાલન ગુજરાત રાજયના કેળવણી ખાતાના હાથમાં આવ્યું. ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતમાં સંગ્રહાલય ક્ષેત્રે એક મહત્ત્વનો ફેરફાર થયો. ગુજરાત સરકારે સંગ્રહાલય અને પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રના શેષ વિકાસ અને પ્રગતિ થાય એ માટે ગુજરાતના બધા જ સંગ્રહાલય માટેના એક કાર્યાલયની રચના કરી. ગુજરાત રાજયના સંગ્રહાલયોનું આ વહીવટી ખાતું ભારતમાં બીજું વધુ સંગ્રહાલયો સ્થાપવાની દિશામાં અથાગ પ્રયત્નો થઈ રહ્યું છે. સંગ્રહાલય વિશે ખૂબ જ ઉપયોગી એવા અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે. વિવિધ યુનિવર્સિટીઓ અને પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૬૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202