Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 174
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાંધી સ્મૃતિ સંગ્રહાલય-ગ્રંથાલય, ભાવનગર : અવલોકન આપણા પ્રાચીન ગ્રંથોમાં જ્ઞાનનો મહિમા વારંવાર વ્યક્ત થયો છે. મનુસ્મૃતિમાં કહ્યું છે, જેઓ જ્ઞાનથી વંચિત છે, તેને જ્ઞાન આપવું એ પૃથ્વી પરની મહાન સેવા છે.’ હઝરત મહમદ પયગમ્બર (સ.અ.વ.)ને ખુદા તરફથી ઊતરેલ વહી(સંદેશ)માં પલ જ્ઞાનનાં મહત્ત્વનો સ્વીકાર કરતા કહેવામાં આવ્યું છે, ‘વાંચો અલ્લાહના નામે જેણે આ જગતનું સર્જન કર્યું છે....અને માનવીને કલમ મારફતે જ્ઞાન આપ્યું છે. અને માનવી જે નહોતો જાણતો તે બધી વાતો તેને શીખવી છે.’ ડૉ. મહેબૂબ દેસાઈ* જ્ઞાનની આ મહત્તાના કારણે જ ગ્રંથાલયો અને સંગ્રહાલયો સક્રિય બન્યા છે. વિકસતી જતી જ્ઞાનની સીમાઓને આંબવા ગ્રંથાલયો અને સંગ્રહાલયોએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે અને ભજવતા રહેશે. આવા જ ઉદ્દેશની પૂર્તિ અર્થે ભાવનગરની સંસ્કારી પ્રજાની વાંચન, લેખન અને સંશોધનની ભૂખ સંતોષવા સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પ્રભાતે (૧૯૪૮) સરદાર પટેલે ‘ગાંધીભવન’ના સર્જનનો વિચાર અમલમાં મૂક્યો હતો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એ વિચારને ત્વરિત સાકાર કરવાના ઉદ્દેશથી પાંચ લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી. ભાવનગરના શ્રી અબ્દુલહુસેન મરચન્ટ અને શ્રી માસુમઅલી મરચન્ટે ‘ગાંધીભવન'ના નિર્માણ માટે શહેરના મધ્યમાં આવેલ પોતાની વિશાળ જમીન દાનમાં આપી હતી અને આમ ૧૫.૧,૧૯૪૮ના રોજ વલ્લભભાઈ પટેલના હસ્તે ‘ગાંધીભવન'નું ખાત મુહૂર્ત થયું. રૂ. ૪,૬૫,૦૪૧ના ખર્ચે બંધાયેલા આ ‘ગાંધીભવન'નું ઉદ્ઘાટન ૧.૧૧ ૧૯૫૫ના રોજ એ સમયના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું. ‘ગાંધી સ્મૃતિ ભવન’ની પ્રવૃત્તિઓમાં ગાંધી વિચારનો પ્રચાર, ગાંધી સંગ્રહાલય, ગાંધી ગ્રંથાલય અને વાંચનાલય કેન્દ્ર સ્થાને છે. આમ છતાં અન્ય જ્ઞાન વર્ધક સાહિત્યને પ્રજા સુધી પહોંચાડવાની ખેવના ગાંધી સ્મૃતિના આઘ ટ્રસ્ટીઓ શ્રી બળવંતરાય મહેતા, શ્રી જગુભાઈ પરીખ અને શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી ધરાવતા હતા. આજના ટ્રસ્ટીઓ શ્રી પ્રસન્નવદન મહેતા, શ્રી વેણીભાઈ પારેખ, શ્રીમતી જયાબહેન શાહ, શ્રીમતી નિર્મળાબેન શેઠ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી નટવરલાલ પરીખે પણ એ ઉદ્દેશને સાકાર કરવા પ્રયાસો કર્યા છે, એ પ્રયાસોના પરિપાકરૂપે જ આજે ગાંધી સ્મૃતિ સંસ્થા ભાવનગરની સંસ્કારી પ્રજાનું પ્રતીક બની રહી છે. ગ્રંથાલય, વાંચનાલય અને સંગ્રહાલય જેવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાની જ્ઞાન પ્રસારની પ્રવૃત્તિને બે વિભાગમાં વિભાજિત કરી શકાય. ૧. ગાંધી સંગ્રહાલય *રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર ગાંધીજીના જન્મથી નિર્વાણ એટલે કે ઈ.સ. ૧૮૬૯ થી ઈ.સ. ૧૯૪૮ સુધીના પ્રસંગોને વ્યક્ત કરતાં બસ્સો અગિયાર દુર્લભ ફોટોગ્રાફસનું અદ્ભુત પ્રદર્શન આ સંગ્રહાલયમાં છે. ગાંધીજીના જન્મ સ્થળ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસનાં સ્થળો, અભ્યાસ અર્થે વિદેશયાત્રા, દક્ષિણ આફ્રિકાની લડત, ભારતમાં આગમન, સ્વાતંત્ર્ય સંગ્રામ, દાંડીકૂચ, ગોળમેજી પરિષદ, વગેરે ઐતિહાસિક ઘટનાઓના ફોટોગ્રાફથી માંડીને સાયકલ સવાર ગાંધીજી દરિયાકિનારે લાકડી ખેંચી ગાંધીજીને દોરતો બાળક, ગાંધીજીનું દાંત વગરના ચહેરાનું મુક્ત હાસ્ય જેવા સ્વાભાવિક ફોટોગ્રાફ પણ આ પ્રદર્શનમાં જોવા મળે છે. ઐતિહાસિક અને સ્વાભાવિક ફોટોગ્રાફ સાથે કેટલાક દસ્તાવેજી ફોટોગ્રાફ પણ અહીંયા દૃષ્ટિગોચર થાય છે. પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૭ ૧૫૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202