________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈઇદ્રકી અટારી કીધો, બારી ગિર શ કરી, કારીગર કીની હદ, ચાતુરતા અતીકો, જરોખા અનોખ જારી ન્યારી, ન્યારી કીની છબ, વિશ્વકર્મા રચી સારી, ભારી નેક ભક્તિ કો. પુણ્ય કો પ્રકાશ કીધો, જશ કો ઉજાસ દીસે, મન કો હુલાસ કે, વિશાલ કામ રતી કો. શોભા કી શિરોમની કે કવિ વજમાલ કહે,
કીધો છે અનોઠો કોઠો, પચ્છોંધર પતિ કો." (આ તે ઇદ્રની અટારી છે કે શંકરની વાડી છે ? કે કામ અને રતિને વિલાસ કરવાનું કામ છે ? કે વિશ્વકર્માએ ચતુરાઈનો સમૂહ દર્શાવ્યો છે ? આ પશ્યનો પ્રકાશ છે કે શોભાનો શિરોમણિ છે ? કે આ સરોવરની પાળે બનાવેલો પશ્ચિમની ધરાના પાદશાહનો કોઠો છે ?)
આ કોઠો એક તળાવ કે જે “રણમલ તળાવ” તરીકે અને હાલમાં લાખોટા તળાવ તરીકે ઓળખાય છે, તેની વચ્ચે બાંધવામાં આવ્યો છે. આ કોઠો જામનગરમાં ખંભાળિયાના નાકા પાસે આવેલો છે. તે અંદરથી વિશાળ અને ભવ્ય છે. તેમાં એક હજાર સૈનિકો રહીને દુશ્મનદળનો સામનો કરી શકે તેવી વ્યવસ્થા છે. કોઠા તથા લાખોટાને હાલના ર૬-૧-૨૦૦૧ના ધરતીકંપથી નુકસાન થયું છે. લાખોટામાં આવેલા મ્યુઝિયમમાં જવા માટે પથ્થરનો એક પુલ બનાવવામાં આવેલો છે. તળાવની વચ્ચે જામનગરના સ્થાપક રાવળ જામનું અશ્વારોહી પૂતળું આવેલું છે."*
આમ લાખોટા મ્યુઝિયમની ઇમારત એ તત્કાલીન સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે. તેથી તે પુરાતત્ત્વ ખાતા દ્વારા “રક્ષિત ઈમારત' તરીકે જાહેર કરવામાં આવેલ છે. પરિણામે તેમાં પુરાતત્ત્વ ખાતાની પરવાનગી વિના કાંઈ ફેરફાર કરી શકાતા નથી. તે આ મકાનમાં આવેલા મ્યુઝિયમના વિકાસ માટેની એક મર્યાદા બની રહે છે. આ મ્યુઝિયમ સ્થાપવામાં ડોલરભાઈ માંકડના મોટાભાઈ હરિભાઈ રંગીલદાસ માંકડ અને જામનગર સ્ટેટના સેક્રેટરી સુરસિંહજી જાડેજાએ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા.
લાખોટા મ્યુઝિયમ એ મુખ્યત્વે પુરાતત્ત્વીય મ્યુઝિયમ છે. તેમાં ૭મી થી ૧૮મી સદી સુધીના જામનગરની આસપાસ ઘુમલી, પિઢારા, ગાંધવી જેવા સ્થળોએથી મેળવેલા પુરાતત્ત્વીય શિલ્પાનો તથા અવશેષોનો સંગ્રહ છે. ખંભાળિયાના નાકા પાસેથી મળેલા અનેક અવશેષો પણ આમાં સંગ્રહાયેલા છે. ઉપરાંત ઈ.સ. પૂર્વેના સમયના સૌરાષ્ટ્રના માટી કામના અવશેષો પણ સંગ્રહાયેલા છે. હસ્તપ્રત તથા અભિલેખોનો પણ એક વિભાગ આવેલો છે, જેમાં તામ્રપત્રો પણ છે. ૫ જામનગર તાલુકાના વસઈ ગામ પાસેથી લગભગ બે હજાર વર્ષ પૂર્વેના મળેલાં માટીનાં વાસણો પણ અહીં છે. મુઘલ સમ્રાટ અકબરે ૧૫૭૩માં ગુજરાત જીતી લીધા પછી ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો જામનગરના આશ્રયે આવ્યો હતો. આશ્રિતને રક્ષણ આપવાને કારણે જામનગર રાજ્ય વિશાળ મુઘલ સેના સાથે લડાઈ કરવી પડી. તે લડાઈ ધ્રોળના પાદરમાં “ભૂચર મોરી"નામના સ્થાને ૧૫૯૨માં થઈ હતી. તે લડાઈનાં ચિત્રોની ભવ્ય પેનલ પણ આ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે. અનેક સૈનિકો, તેનાં વસ્ત્રો, હથિયારો, ઘોડાઓ, હાથીઓ તથા લડાઈનાં આબેહૂબ દશ્યનું આલેખન કરતી આ ચિત્ર-પેનલ ચિત્રકળાનો અભુત નમૂનો છે, એમ કહી શકાય,
આ મ્યુઝિયમમાં શિલ્પ, અભિલેખો, હસ્તપ્રતો, ચિત્રો ઉપરાંત પ્રાકૃતિક ઇતિહાસ, હુન્નરો અને ભૂસ્તર વિદ્યાના વિભાગ છે. સંધવોનાં તામ્રપત્રો પણ તેમાં છે." આ મ્યુઝિયમના પ્રવેશદ્વારની પાસે પાઘડીવાળા દ્વારપાળનું
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે, ૨૦૦૧ • ૧૬૪
For Private and Personal Use Only