________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર જાતિઓની પરંપરાગત શસ્ત્રાસ્ત્રોથી સજ્જ આકૃતિઓ પણ પ્રદર્શિત કરાયેલ છે. નવાબ મહોબતખાન ૨જા અને વજીર બહાઉદ્દીન ભાઈના અંગત શસ્રો અહીં જોઈ શકાય છે. દેશનાં બહુ ઓછાં મ્યુઝિયમોમાં આટલી સંખ્યામાં આ પ્રકારનાં વિભિન્ન હથિયારો પ્રદર્શિત કરાયાં હશે.
વસ્ત્ર વિભાગ
આ વિભાગમાં વિભિન્ન શાહી પોષાકો (સ્રી-પુરુષ બન્નેનાં રેશમી પાઘડીઓ, હીરા-મોતીના ગાલીચાઓ જરીયાનનો સ્ટેટ મોનોગ્રામ જેમાં ઊગતો સૂર્ય પ્રદર્શિત છે; હાથીનો પોષાક, શાહી છત્ર નવાબ મહાબતખાન-૨ બ્રિટિશ રાજ તરફથી ૧૮૫૭ના વિદ્રોહ વખતે તાજને કરેલ મદદના બદલામાં બ્રિટિશ સરકાર તરફથી મળેલ ખાર પોષાક કોટ વગેરે નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે.
પાલખીઓ અને મિયાનાઓ
આ વિભાગમાં નાની-મોટી ચાંદીની પાલખીઓ અને વિભિન્ન મિયાનાઓ પ્રદર્શિત કરાયાં છે. જનાનખાનાને બેગમો–સ્રીઓ ચાલીને નીકળી ન શકે અને ઓઝલમાં રહેતી હોય તેમના માટે બંધ પાલખીઓ કે જે બે કે ચાર જણ્ ખભે ઉપાડીને ચાલતાં તેના નમૂનાઓ જોવા મળે છે. ખુલ્લા મિયાના પણ છે. આ મિયાના પાલખીઓમાં ગણેશ સૂર્ય તથા અન્ય હિન્દુ દેવ-દેવીઓનાં અંકન મળે છે. જે ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ ગણી શકાય. ચાંદીની વિશિષ પ્રકારની અંબાડી છે જેના ચારે ખૂણે ચાર મત્સ્ય કન્યા-સેવિકાઓ પ્રદર્શિત છે. આમાં, મોર-સિંહ તેમ જ હિન્દુ પ્રણાિ મુજબના અંકન-કોતરણી કરવામાં આવેલ છે. હાથી પર ચડવા - ઊતરવા માટેની ચાંદીની પતરાથી મઢેલ નિસરણૢ પણ પ્રદર્શિત છે. હાથીની અંબાડી પર નવાબો યુદ્ધમાં શિકારે કે ખાસ પ્રસંગોએ નીકળતી સવારી દરમ્યાન બેસતા ચિત્ર વિભાગ
આ વિભાગમાં દેશી તેમ જ યુરોપિયન કલાકારોએ દોરેલાં પ્રથમ પાંચ નવાબોનાં સુન્દર વિશાળ ઑઈ પેઈન્ટિંગ પ્રદર્શિત છે. આ ઉપરાંત તત્કાલીન કાઠિયાવાડનાં દેશી રાજવાડાઓનાં વિભિન્ન રાજાઓ-ગિરાસદારોન તેમના હસ્તાક્ષર સાથેનાં ઘણાં ચિત્રો પણ પ્રદર્શિત કરાયેલ છે. આ રાજવીઓનાં ચિત્રોમાં જોવા મળતાં તેમન પોષાક-પાઘડીઓ વગેરે અભ્યાસમૂલક છે.
એક વિશિષ્ટ સ્ટેચ્યુ
સામાન્ય રીતે મુસ્લિમ ધર્મ પ્રમાણે કોઈનું પણ પૂતળું બનાવાતું નથી. ઇસ્લામના સિદ્ધાન્તની એ વિરુદ્ધ છે આમ છતાં અહીં નવાબ રસુલખાન કે જેનું જીવન ખરેખર કોઈ ઓલિયા-સંત સમાન હતું, તેનું પૂતળું (સ્ટેચ્યુ પ્રદર્શિત કરાયેલ છે. આ રીતના મુસ્લિમ રાજવી-બાદશાહનું કોઈ પૂતળું લગભગ ક્યાંય જોવા મળતું નથી. આમ, આ સંગ્રહાલય બીજાં સંગ્રહાલયો કરતાં જુદા પ્રકારનું છે. ભારતમાં આ રીતના અન્ય બે મ્યુઝિય છે : (૧) ઉદયપુર સીટી પેલેસ મ્યુઝિયમ અને (૨) જયપુરમાં મહારાજા સવાઈ માનસિંહ બીજાની સ્મૃતિમાં અપાયે મહારાજા માનસિંહ મ્યુઝિયમ. અહીં જે વસ્તુઓ સંગૃહીત છે, એ ઉપરાંત પણ હજુ નવાબો-બેગમોનાં કીમર્ત ઘરેણાંઓ છે, પણ તે તિજોરીમાં બંધ છે. છેલ્લા નવાબની ચાર ઘોડાની બગી પણ જોવાલાયક છે, પણ હજુ તે પ્રદર્શિ કરાયેલ નથી. સંગ્રહાલય ખાતાએ જેમની તમામ ચીજોની વ્યવસ્થિત ગોઠવણી કરેલ છે અને જે ચુસ્તતાથી તેન જાળવણી થઈ રહી છે, તે ખરેખર સરાહનીય છે.
આધાર સામગ્રી
૧. ગુજરાતમાં મ્યુઝિયમો, ડૉ. મુદ્રિકા જાની, ડૉ.સ્વર્ણકમલ ભૌમિક
૨. ભારતનાં મ્યુઝિયમ, નંદન હ. શાસ્રી
૩. ભારતનાં સંગ્રહસ્થાનોની નિર્દેશિકા (અનુ.), સી. શિવરામમૂર્તિ
૪. દરબાર હૉલ સંગ્રહાલય, ગુજરાત સરકારના સંગ્રહાલય વિભાગનું ચોપાનિયું.
૫. દરબાર હૉલ મ્યુઝિયમ, ડી.જી. ઠુંગા, ‘પથિક' માર્ચ, ૧૯૭૮
..
તા. ૯-૯-૦૧ ની રૂબરૂ મુલાકાત.
પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૭
For Private and Personal Use Only