Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 172
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્ષા પ્રમાણે કચેરીમાં આસન આપવામાં આવતું. આ કચેરી મહોબતખાન ત્રીજાના સમય સુધી ચાલુ રહેલ. ઈ.સ. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતાં, નવાબ પાકિસ્તાન જતાં રહેતાં ને જૂનાગઢનું પણ ભારતમાં વિલીનીકરણ થતાં તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે આ કચેરીન મ્યુઝિયમ તરીકે ખુલ્લી રાખેલ. અલબત્ત ત્યારે તે આજના જેવી ન હતી. સ્વતંત્રતા પછી આ મ્યુઝિયમ ઈ.સ. ૧૯૬૪ સુધી રેવન્યુ ખાતા હસ્તક ને ઈ.સ. ૧૯૬૪ થી ગુજરાત સરકારના સંગ્રહાલય ખાતા હસ્તક મૂકવામાં આવેલ. આ પછીથી તેને સંગ્રહાલય ખાતાએ પૂર્ણ રૂપનું સંગ્રહાલય કરવા માટે તેમાં જરૂરી સુધારા-વધારા તેમ જ પુર્નઃ ગોઠવણી વગેરે કરાવી તત્કાલીન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી નવલભાઈ શાહને હસ્તે તા. ૨૧-૧-૧૯૭૭ના રોજ ઉદ્ઘાટન કરાયેલ અને ત્યાર બાદ તા. ૨૬-૬-૧૯૭૭ ના રોજ ‘દરબાર હૉલ મ્યુઝિયમ` તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું જે આજ પર્યન્ત ખુલ્લું જ છે. આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલ ચીજવસ્તુઓ મૂળ તો નવાબી શાસન દરમ્યાનની તેઓ અર્થાત્ નવાબોના અંગત વપરાશની હોવા ઉપરાંત રાજ્ય સાથે સંલગ્ન અનેક ચીજો પણ છે. સંગ્રહાલયનું જેના પરથી નામકરણ થયેલ છે તે પ્રમુખ ‘દરબાર હૉલ' ઉપરાંત અહીં વિભિન્ન પ્રકારના નમૂનાઓ સંગૃહીત છે : હથિયારો, તૈલચિત્રો હોદ્દાપાલખીઓ, વસ્રો-ગાલીચાઓ તેમ જ ઐતિહાસિક મહત્ત્વનાં ચિત્રો દસ્તાવેજો-માનપત્રો તેમ જ શાહી રાચરચીલું વગેર. દરબાર હૉલ ‘દરબાર હોલ’ સંગ્રહાલયનો પ્રમુખ ખંડ છે. દરબાર અર્થાત્ જ્યાં નવાબી શાસન દરમ્યાન કચેરી ભરાતી તે. સામાન્ય રીતે પ્રાચીન સમયમાં હિન્દુ રાજ્યવ્યવસ્થા મુજબ રાજાઓ લગભગ હંમેશાં દરબાર ભરતા ને સામાન્ય પ્રજા પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા ને ત્યાં ને ત્યાં તેનો યોગ્ય નીવેડો લવાતો. પણ આ કચેરી સામાન્ય પ્રજા માટેની કે નિયમિત ભરાતી નહોતી. આગળ નોંધ્યું તેમ ખાસ પ્રસંગે જ ભરાતી ને તેમાં રાજ્યના અમીરઉમરાવો ભાયાતો વગેરેને જ નિમંત્રણ અપાતું. આ ખંડ જૂના નવાબી શાસનની અસલી કચેરી જેમ જ પ્રદર્શિત કરેલ હોઈ લોકોને રાજ્ય દરબાર કેવો હોય તેનો ખ્યાલ આવે છે. 80 x 40 ફૂટના વિશાળ ખંડમાં સ્ટેજ પર ચાંદીનું રાજસિંહાસન તેમ જ પાસે બીજા નાનાં સિંહાસનો, રાજછત્ર, ચામર વગેરે ગોઠવેલ છે. સામેની ત્રણે બાજુ ચાંદીની નકશીદાર ખુરશીઓ (જે લગભગ ૫૬ જેટલી છે) સમાંતર હરોળમાં ગોઠવેલ છે તો સાથોસાથ કીમતી લાકડની ખુરશીઓ પણ તેની પાછળ ગોઠવેલ છે. ચાંદીની ખુરશીઓ પ્રથમ વર્ગની વ્યક્તિઓ માટે ને લાકડની ૨-૩ વર્ગની વ્યક્તિઓ માટે હતી. જમીન (ફર્શ) પર ઊનમાંથી બનાવેલ રંગીન ગાલીચાઓની બિછાત કરેલ છે. દરબાર હૉલની મધ્યમાં ઇતબુલ નામનું કાચનું લાલ રંગનું ફુવારા જેવું વૃક્ષકટ ગ્લાસના ટેબલ પર ગોઠવેલ છે, જે દરબાર હૉલની શોભામાં ચાર ચાંદ લગાડે છે. વચ્ચે ચાંદીની એક ટિપોઈ પણ મૂકેલ છે. સિલિંગમાં રંગબેરંગી કીમતી ઝુમ્મરો (વિદેશી) લટકાવેલ છે, તો દીવાલો પર રંગીન કાચની દીવાલગીરીઓ લગાડેલ છે. વિશાળ બારીઓને ઝળકતા ચમકતા સિતારાવાળા મખમલના ઘેરદાર પડદાઓ લગાડેલ છે. હૉલમાં દાખલ થતાં જમણી બાજુની દીવાલના શોકેઈસમાં ચાંદીની પાનદાની, હુક્કો ચાંદીનોં, શાહી પટ્ટો, ઝેરી નાળિયેરમાંથી બનાવાયેલ અત્તરદાની; ચાંદીના વિભિન્ન ચન્દ્રકો, તેમ જ એસ.ટી.રેન્ડાલ (ICS) ને ઉના મહાલની પ્રજા તરફથી તા. ૨-૨-૧૯૧૪ના અપાયેલ માનપત્ર ચાંદીની પેટીમાં પ્રદર્શિત કરાયેલ છે. વિભિન્ન ઘડિયાળો પણ છે. તો રાજસિંહાસનની પાછળની દીવાલ પાસેના શો કેઈસમાં રણશિંગા તરીકે ઉપયોગમાં લેવાતો કીબૂકા માછલીનો દાંત (લગભગ ૩૬ x ૬ ઇંચ) પણ પ્રદર્શિત કરાયેલ છે. (ચિત્ર ૨૭) હથિયાર વિભાગ અહીંનો હથિયાર વિભાગ ગુજરાતનાં મ્યુઝિયમોમાં સૌથી પહેલો અને સૌથી મોટો વિભાગ છે. અહીં વિભિન્ન પરંપરાગત તેમ જ સમકાલીન વિભિન્ન શસ્રો પ્રદર્શિત કરાયાં છે. જેમાં દેશી અને ફિરંગી તલવારો, જમૈયા, છરા, ભાલા, ઊંટ અને હાથી પરથી મારવાની બંદૂકો, ૧૮-૧૯મી સદીમાં પ્રયોજાતા વિવિધ તમંચા, પિસ્તોલો તેમ જ રિવોલ્વરો, સોના ચાંદીથી જડેલ મુઠો અને મ્યાનો ઉપરાંત દારૂ ભરવા ધાતુની કોથળીઓ (માબર) તથા ગોળાઓ અને છરા બનાવવાના વિવિધ સાધનો અને બીબાંઓ પણ સંગૃહીત છે. નાની-મોટી ઢાલો તેમ જ સૌરાષ્ટ્રની અમુક પથિક ૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202