________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્તકાલ એ ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ મનાય છે. આ શાસકોના સિક્કામાં વિવિધ વૈવિધ્ય જોવા મળે છે. જેમ કે રાજા રાણીને વીંટી પહેરાવતો, વીણાવાદન, અશ્વમેધ યજ્ઞના ઘોડાની છાપવાળા વગેરે સિક્કાઓ જોવા મળે છે. આ શાસકોએ ગુજરાત અને માળવા પ્રદેશ માટેના સિક્કાઓ ક્ષત્રપશાસક જેવા જ સિક્કાઓ ચલણમાં ચાલુ રાખેલા હતા, પરંતુ આ સિક્કાઓ નાના તથા જાડા છે. જેમાં કુમારગુપ્તના સિક્કા ઉપર મયૂર કે ગરુડનું અંકન જોવા મળે છે. જ્યારે સ્કન્દગુપ્તના સિક્કામાં મંદી કે યજ્ઞવેદી હોય છે.
કે
ગધૈયા સિક્કાઓ અનુમૈત્રકકાલમાં ગુજરાતમાં પ્રચલિત હતા. તેને અભ્યાસીઓ ‘ભારતીય-સાસાની' (ઈન્ડોસેસેનિયન) તથા ‘ગયા સિક્કા' તરીકે ઓળખાવે છે. ગુજરાતમાં પ્રચલિત સિક્કાઓ પર ઈરાની અસર વર્તાય છે. પ્રાચીન ગુજરાતના સિક્કાઓ સાધારણ રીતે ઈરાનના સાસાની વંશના સિક્કાઓને મળતા હોવાથી ‘સાસાની' ગધૈયા તરીકે ઓળખાતા હતા. આ સિક્કાઓ ગુજરાત, રાજસ્થાન અને માળવામાંથી મોટી સંખ્યામાં લાંબા કાલ સુધી પ્રચલિત હતા, પરંતુ સમય જતાં એ કદમાં વધુને વધુ નાના અને વધુ વધુ જાડા થતા ગયા. આથી છેવટે એ પાતળા ચપટા સિક્કાને બદલે નાના જાડા ગા જેવા દેખાય છે. એના અગ્રભાગ પર રાજાના ઉત્તરાંગની અને પૃષ્ઠભાગ પર અગ્નિકુંડની આકૃતિ અપાતી. તેનું રેખાંકન પણ આડી અને ઊભી રેખાઓના આલેખનથી એટલું બેઢંગ થતું ગયું છે કે એ આકૃતિ શાની છે તે ભાગ્યે જ ઓળખી શકાય. તેથી તેમાં જે અગ્નિકુંડની આકૃતિ ગાદી જેવી લાગવાથી લોકોમાં એ ‘ગિયા’ તરીકે ઓળખાયા હશે ને ‘ગિયા'નું આગળ જતા ‘ગધૈયા' થઈ ગયું હશે.
આ ગધૈયા સિક્કાઓ ગુજરાતમાં આઠમીથી બારમી સદીમાં ચલણમાં હતા. આ સિક્કાઓ પહેલી-બીજી સદીના ઇન્ડો-સેસેનિયન સિક્કાઓનું વિકૃત સ્વરૂપ છે. અહીં સચવાયેલા ગધૈયા સિક્કામાં રાજાનું ડોકું કેટલું બધું વિકૃત થઈ ગયેલ છે, તે જોવા મળે છે. તેવી જ રીતે યજ્ઞવેદી, મીંડા અને લીટીઓનાં સ્વરૂપ જ રહેલ છે. બીજા બે સિક્કાઓ તો ઘણા જ વિકૃત થયેલ જોવા મળે છે.
દિલ્હીના સુલતાનોના સિક્કાઓમાં અલ્લાઉદ્દીન મહમદશાહ ખીલજી, મહમદ તઘલખ અને ફિરોજ તઘલખના સિક્કાઓ છે, તેમ જ ગુજરાતના સુલતાનોમાં અહમદશાહ પહેલો, અહમદશાહ બીજો, મહમૂદ બેગડો, મુઝફરશાહ બીજો, બહાદુરશાહ, મહમૂદશાહ ત્રીજો, અહમદશાહ ત્રીજો અને મહમૂદશાહ ત્રીજાના સિક્કાઓ છે.
મુઘલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યા પછી ગુજરાતમાં મુઘલ સિક્કાઓ ચલણમાં આવેલા. અકબરે પોતાના નવા સંપ્રદાય દીને-ઇલાહિનો તથા નવા સંવત ઇલાહિનો અમલ ગુજરાતમાં પણ શરૂ કર્યો. ત્યાર બાદ જહાંગીરે પોતાના શાસનકાણ દરમ્યાન અમદાવાદમાં ટંકશાળ માટે અલાયદું મકાન બંધાવ્યું. અકબરના સિક્કામાં તેણે ફેરફારો કરેલા, તેમજ ગુજરાતના પ્રવાસની યાદમાં નૂરજહાંની પ્રેરણાથી રાશિચક્ર ચિહ્નવાળા નવા સિક્કાઓ બહાર પાડ્યા હતા. જે ખંભાત, સુરત, અમદાવાદ ટંકશાળમાંથી બહાર પાડ્યા હતા. અકબરના સોનાના સિક્કા ‘મહોર' તરીકે ઓળખાતા ગોળ આકારમાં અગ્રભાગે બાદશાહનું નામ હિંજરી સંવત, કુરાની આયાત અને અરબી ભાષામાં લખાણ છે.
મુઘલ બાદશાહ અકબર, શાહજહાઁ, ઔરંગઝેબ, શાહઆલમ પહેલો, ફરુખશ્મિર, મહમદશાહ, અહમદશાહ, શાહ આલમ બીજો, અકબર બીજાના સિક્કાઓ અહીં જોવા મળે છે. જેમાં સુંદર અક્ષરો ફારસી-અરબી ભાષામાં લખાણો, મુઘલ શહેનશાહનું નામ, ખિતાબો, ટંકશાળનું નામ જેમાં અમદાવાદ, સુરત, ખંભાત, જૂનાગઢ, પોરબંદર વગેરે સ્થળોએ મુઘલોની ટંકશાળ હતી, તેની માહિતી મળે છે, તેમ જ હિજરીવર્ષ લખેલાં છે.
વડોદરાના ગાયકવાડોને પોતાના આગવા સિક્કાઓ હતા. જે આનંદરાવ ગાયકવાડના સમયથી પ્રચલિત હતા. સયાજીરાવ બીજાએ કેટલાક રસપ્રદ નિશાનીઓવાળા સિક્કાઓ પડાવ્યા હતા. આ ગાયકવાડી સિક્કાઓની એક બાજુ ૫૨ રાજાના નામનો પહેલો અક્ષર તથા ગાયકવાડનો ‘ગા’ લખવામાં આવતાં. ઉપરાંત કટાર, ઘોડાની ખરી વગેરે ચિહ્નો દર્શાવાતાં બીજી બાજુએ સમકાલીન મુઘલ રાજાનું નામ ફારસીમાં લખાતું પણ ખંડેરાવના સમયથી ગાયકવાડનો ખિતાબ ‘સેના ખાસખેલ સમશેર બહાદૂર” લખતા. ફારસીમાં અક્ષરો “ખાસખેલ” દેખાય છે. અહીં
પથિક૰ દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ – ૧૫૩
For Private and Personal Use Only