________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાગૈતિહાસિક વિભાગમાં પ્રાચીન સ્થળોના ફોટા અને મોહે-જો-ડેરો અને હડપ્પાની સંસ્કૃતિઓ દર્શાવતી પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. વળી હાથકુહાડી, અણીઓ, ચપ્પાઓ, જેવાં ઓજારોના નમૂના પણ તેમાં જોવા મળે છે. માટીની કોઠીઓ, છેદવાળી રકાબી, સ્ટેન્ડવાળી રકાબી વગેરે માટીકામના હુન્નરની વિગતો પૂરી પાડે છે. ઉપરાંત જુદા જુદા રંગના મણકામાંથી બનાવેલ માળા, એરિંગ અને બંગડીનાં નમૂના પણ જોવા મળે છે.
પુરાતત્ત્વ વિભાગમાં જેઠવાઓની રાજધાની ઘૂમલીના ૧૦મી સદીનાં શિલ્પ સ્થાપત્યની આકર્ષક કમાન પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. વળી ઘૂમલીના નવલખા મંદિરના સ્તંભ, કીર્તિ તોરણ જેવા નમૂના પણ અહીંયાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તો ૭ મી થી ૧૩ મી સદી દરમ્યાન ઝીંઝુવાડા, ઘૂમલી, માંગરોળ, સિદ્ધપુર પાટણ, ચોબારી, (ચોટીલા)થી પ્રાપ્ત થયેલાં શિલ્પો પ્રદર્શિત કરાયાં છે. જેમાં મુખ્યત્વે બ્રહ્મા, સૂર્ય માતૃકા પટ્ટ, પાર્વતી, શેષશાયી વિષ્ણુ, બ્રહ્માણી, સૂર્ય-સૂર્યાણી, વરાહ (ચિત્ર ર૫), સરસ્વતી, ગણેશ, ઉમા-મહેશ્વર, કાળભૈરવ, મહાવીર, પાર્શ્વનાથ, નેમિનાથ વગેરેનાં શિલ્પ મુખ્ય છે, પરંતુ શિલ્યનાં નમૂનાઓમાં રાણી વિક્ટોરિયાની આરસની પ્રતિમા, વિક્ટોરિયન શૈલીનાં શિલ્પનો અદ્દભુત નમૂનો છે (ચિત્ર ર૬). રાણી વિક્ટોરિયાના શાસનનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં સૌરાષ્ટ્રમાં તેની સુવર્ણ જયંતી ઉજવાયેલી તેની સ્મૃતિ માટે રાણી વિક્ટોરિયાની આ પ્રતિમા લંડનના કલાકાર આલ્ફર્ડ ગિલ્બર્ટ દ્વારા તૈયાર કરાવીને ૧૮૯૯માં અહીં મૂકવામાં આવેલી છે. તે સમયે તેનો કુલ ખર્ચ ૩૩૦૦ પાઉન્ડ થયો હતો. તે સફેદ આરસમાંથી કંડારાયેલ પ્રતિમા છે. જેમાં રાણી વિક્ટોરિયા રાજશી પોષાકમાં, ડાબા હાથમાં રાજદંડ અને જમણા હાથમાં સમસ્ત વિશ્વના વિજયના પ્રતીકરૂપ પૃથ્વીનો ગોળો ધારણ કરેલાં દર્શાવવામાં આવેલ છે.
- લધુચિત્ર વિભાગમાં અજંતાના ચિત્રોથી શરૂ કરીને આધુનિક કલાકારોનાં ચિત્રો છે. તાડપત્રો, જૈન કલ્પસૂત્રો, પોથીના રંગીન પૂંઠાઓ તથા મુઘલ, રાજસ્થાની અને પહાડી શૈલીના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપરાંત મૈત્રકકાલીન તામ્રપત્રો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે, તો શિલાલેખ વિભાગમાં અશોકના જૂનાગઢના શિલાલેખનો સાર અહીં પ્રદર્શિત કરેલ છે. ગંદા, જસદણ, જૂનાગઢ, વંથલી (સોરઠ), સોમનાથ વગેરે સ્થળેથી પ્રાપ્ત બ્રાહ્મી, દેવનાગરી, અરેબિક જેવી લિપિના શિલાલેખ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પંચમાર્ક, ઇન્ડોપાર્થિયન, કુષાણ, આંધ, ક્ષત્રપવંશ, ગુપ્તવંશના સિક્કાઓ, ગધૈયા પ્રકારના સિક્કાઓ, દિલ્હીના સુલતાનના સિક્કાઓ, ગુજરાત સલ્તનતના, મુઘલોના, ગાયકવાડના અને સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના સિક્કાઓ પણ અહીં પ્રદર્શિત છે. એમાં નવાનગર રાજયની કોરીમાં એક બાજુ સુલતાનનું નામ અને હિજરી વર્ષ ૯૭૮ અને નાગરી લિપિમાં જામનું નામ લખેલું છે. ઉપરાંત લુણાવાડા, રાધનપુર, ખંભાત, છોટા ઉદેપુર અને કચ્છ રાજ્યના સિક્કાઓ પણ છે. ઉપરાંત ગણેશ, કૃષ્ણ, ગાય-વાછરડું, ઘોડેસવાર, ગરુડ, વિઠોબા, મહિષમર્દિની, ઉમા-મહેશ્વર, ગજા રૂઢ શિવ, લક્ષ્મીનારાયણ, અભય મુદ્રામાં બુદ્ધ જેવી પંચધાતુની પ્રતિમા પણ આવેલી છે. ૨૦
વૉટસન મ્યુઝિયમનું મકાન બે માળનું છે. તેમાં પહેલા મજલે મોટા શો કેસમાં ગુજરાતનાં સંગીતવાદ્યો કલામય અને આકર્ષક રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી બાજુની દીવાલ ઉપર ગુજરાતની ૧૭મી થી ૧૯મી સદીની કાષ્ઠકલાનું સુંદર પ્રદર્શન કરાયું છે. તેમાં જૂનું ધાતુકામ, ચાંદીની પાનદાનીનો અજોડ સંગ્રહ, હાથી દાંત, સુખડ અને ચાંદીમાંથી બનાવેલ હસ્તકારીગરીના અજોડ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવેલા છે.
ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં રૉબર્ટ બ્રુસફુટે તરફથી મળેલ વિવિધ ખનિજોના નમૂનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે. ત્યાર પછી અવારનવાર જુદી જુદી જાતના પથ્થરો અને ખનિજોના નમૂનાઓ મળ્યા છે, તે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ખનિજોમાં અકીક, જિસમ, બોકસાઈટ, કેલસાઈટ, લિગ્નાઈટ, ચૂનાનો પથ્થર, અબરખ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો વિદ્યાર્થીઓ માટે અને શૈક્ષણિક રીતે મહત્ત્વના છે.
પક્ષી વિભાગમાં રોજિંદા પક્ષીઓ જલપક્ષીઓ જેવા કે કલકીવાળું ઇગલ, ફલેમિંગો, બગલો, પોપટ, કોયલ, બતક, કાંકણસાર, કલકલિયો, જળકુકડી, બુલબુલ, બાજ, ચિબરી, સુરખાબ, ઘુવડ, ફુલ ચકલી, વન લલેડો, કાળિયો કોશી વગેરે મસાલા ભરીને સ્ટફ કરેલાં મૂક્યાં છે. તો કરોડરજજુવાળા પ્રાણી વિભાગમાં શિયાળ, સસલાં, બિલાડી,
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૪૮
For Private and Personal Use Only