________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહત્ત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. ઉપરાંત તેમણે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ જેવા સૌરાષ્ટ્રના મુખ્ય, મહત્ત્વનાં અને પ્રથમ વર્ગનાં આ રાજયોની આંકડાકીય માહિતી આપતાં “સ્ટેટસ્ટીકલ એકાઉન્ટ”નામના ગ્રંથ ખૂબ મહેનત લઈને, માહિતી એકત્ર કરીને, અનેક લોકોની મદદ લઈને લખ્યા છે. સૌરાષ્ટ્રના ઇતિહાસના આલેખનની કરેલી તેમની આ સેવા પ્રશસનીય છે. તેમની તબિયત અવાર-નવાર નાદુરસ્ત થઈ જતી, તેથી અવારનવા માંદગીની રજા પર રહેવું પડતું. વળી ઊંઘ ન આવવાની બીમારી તેમને લાગુ પડી ગયેલ હોવાથી ઊંધ માટેની દવા તેમને લેવી પડતી હતી. તે દવાના વધુ પ્રમાણમાં ડોઝ લેવાઈ જતાં તેઓ માત્ર ૫૦ વર્ષની ઉંમરે ર૪-૩-૧૮૮૮ માં મૃત્યુ પામ્યા. તે અંગે આચાર્ય વલ્લભજી હરિદત્તે નોંધ્યું છે કે
“સૂવા ઉઠયા સાડા દશ બજે, આડા પડે ઘડી એક, પેપર વાંઓ મારના, ધારી છેવટના છેક ઊંઘ ન આવતી આકરી, તેથી સુંઘતા નિત્ય
કલોરોફાર્મ આલી વાદળી, હશે એ જ નિમિત્ત...” “ભોગવ્યો પચાસ વર્ષ જ સંસાર, માસ એ. અધિક દિન વધુ અઢાર સન ઈસવીસન અઢાર નેવિયાસીમાં, માર્ચ માસ તણી ચોવીસમી સીમા,
મિત્ર મંડળમાં શોક બહુ વધારી, તજી દુનિયા વોટસને મૂકી ધારી.'13 • આમ, કાઠિવાડના આ પોલિટિકલ એજન્ટ કર્નલ જે.ડબલ્યુ વોટસનનું પચાસ વર્ષની ઉંમરે ૧૮૮૯ માં અવસાન થતાં કાઠિયાવાડની કરેલી તેમની સેવાઓ બદલ એક સ્મારક રચી, તેમના મિત્રો અને શુભેચ્છકોએ. રાજવીઓ અને શહેરીઓએ એક ભંડોળ એકત્ર કર્યું. આ ભંડોળમાં ૫૦ હજારથી વધુ રકમ એકત્ર થઈ હતી. તેમાંથી તેમની સ્મૃતિમાં રાજકોટમાં વોટસન મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી (ચિત્ર ૨૪). તેનું ઉદ્ઘાટન ૧૮૯૩માં મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસે કર્યું હતું. ૧૫ આ મ્યુઝિયમ માટે તે સમયે રાજકોટ સિવિલ સ્ટેશનમાં જયુબિલિ બાગમ “મેમોરિઅલ ઇન્સ્ટીટયૂટ'નું ભવ્ય મકાન બાંધવામાં આવેલું. તેમાં કોનોટ હોલ, લેંગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમને સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મ્યુઝિયમના આરંભમાં કર્નલ વૉટસને આપેલો પુરાતત્ત્વ સંગ્રહ તથા રોબર્ટ બ્રશ ફુટે આપેલા ભૂસ્તર શાસના વિવિધ નમૂનાઓ મ્યુઝિયમને શોભાવતા હતા. આ મ્યુઝિયમના વિકાસમાં સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પણ સહકાર આપેલ હતો. તેમણે પોતાની પાસેની પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓ અને કલાકારીગરીના નમૂનાઓ ભેટ આપીને તેને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.''
આ મ્યુઝિયમમાં કુલ ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓ છે. જેમાં શિલ્પ, સિક્કાઓ, લઘુચિત્રો, હસ્તપ્રતો કાપડ ઉદ્યોગના નમૂના, ચાંદીની કલાકારીગરીના નમૂના, તામ્રલેખો, પ્રાકૃતિક ઇતિહાસના નમૂના, નૃવંશ વિદ્ય વિષયક સંગ્રહો, સંગીત વાઘો, દરબાર ખંડ, કાષ્ઠ કલાના નમૂના, હસ્ત ઉદ્યોગના નમૂના, વિવિધ પાઘડીઓન નમૂના, શસ્ત્રોના નમૂના, ભૂસ્તરીય વસ્તુઓના નમૂના, પશુ અને પક્ષી વિથિકા, સૌરાષ્ટ્રનાં રાજયોનાં રાજચિહ્નો પ્રતિકૃતિઓ વગેરે. તેમાં કુલ ૧૩,૪૯૫ નમૂના છે. દર વર્ષે લગભગ ૧.૩૩ લાખ મુલાકાતીઓ આ મ્યુઝિયમને મુલાકાત લે છે.
આ મ્યુઝિયમમાં પ્રવેશતાં જ બ્રહ્માની વિશાળ મૂર્તિ ધ્યાન ખેંચે તેવી છે. વળી તેનો મધ્યમાં આવેલો વિશાળ ખંડ કોઈ રાજવીના દરબાર હોલની ઝાંખી કરાવે છે અને સૌરાષ્ટ્રના રાજા-મહારાજાઓના યુગનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ રજૂ કરે છે. આ હૉલમાં સૌરાષ્ટ્રના મુખ્ય અને મહત્ત્વના રાજવીઓનાં તૈલચિત્રો, રાજચિહ્નોની પ્રતિકૃતિઓ, રાજવીઓનાં શસ્ત્રો અને ચાંદીનાં પતરાંથી મઢેલ રાજાશાહી યુગનું ફર્નિચર એ સ્વાતંત્ર્ય પહેલાંના સૌરાષ્ટ્રના રાજવીઓના દરબારના ઠાઠમાઠ અને રોનકની ઝાંખી કરાવે છે.
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ • ૧૪૭
For Private and Personal Use Only