________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોટસન મ્યુઝિયમ - રાજકોટ
પ્રો. ડો. કલ્યા એ, માણેક
ઇતિહાસનો અભ્યાસ એ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ચારિત્ર્ય વિનાની પ્રજાની સંસ્કૃતિ નાશ પામે છે. વળી ઇતિહાસના અભ્યાસથી વ્યક્તિમાં શાણપણ અને ડહાપણ આવે છે. ભૂતકા અને અસફળતાઓમાંથી પદાર્થપાઠ મેળવીને તે પોતાના વર્તમાનનું નિર્માણ કરી શકે છે અને ભાવિ પ્રગતિ માટે તૈયારી કરી શકે છે, માટે જ ઇતિહાસકાર છે.એચ.કાર કહે છે કે “ઇતિહાસ એ તો ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચે ચાલતો વણથંભ્યો સંવાદ છે.” આ સંવાદને સમજયા વિના આપણા વર્તમાન અને ભવિષ્યનું આપણે નિર્માણ કરી શકીએ નહિ.
શ્રી દર્શકે પણ નોંધ્યું છે કે “ઇતિહાસની સહાયતા વિના લોકશાહીને કોઈ પણ નાગરિક સાચો નાગરિક બની શકે નહિ.” વળી ઇતિહાસના અભ્યાસથી યુવાનોમાં દેશપ્રેમ અને બલિદાનની ભાવના વિકસાવી ભાવાત્મક એકતા લાવી શકાય અને એ રીતે તેના દ્વારા રાષ્ટ્રીય ગૃતિ લાવી શકાય. ઇતિહાસના અભ્યાસ માટે અનેક સહાયક શાસ્ત્રોનો ઉપયોગ જરૂરી બને છે. જેમ કે પુરાતત્ત્વ, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર વગેરે. આ બધા વિજ્ઞાનનો એક સાથે ઉપયોગ કરીને ઇતિહાસની માહિતીના સાધનોની ગોઠવણી જયાં કરવામાં આવે છે તેને આપણે મ્યુઝિયમ તરીકે, ઓળખીએ છીએ. આમ, મ્યુઝિયમ એ ઇતિહાસકારની પ્રયોગશાળા કહી શકાય. મ્યુઝિયમ ઉર્ફે સંગ્રહાલય એક એવું સ્થળ છે, જયાં જાણવા જેવી, જોવા જેવી એવી અનેક વસ્તુઓ એકત્ર કરેલ હોય છે અને તેથી કોઈ પણ દેશની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસનો પરિચય મેળવવા માટે મ્યુઝિયમની મુલાકાત જરૂરી છે. આધુનિક અર્થમાં મ્યુઝિયમ એક એવી સંસ્થા છે, જે આપણા પર્યાવરણના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્ત્વોને સંગ્રહવાનું, જાળવવાનું, પ્રદર્શિત કરવાનું અને તેનું અર્થઘટન કરવાનું કામ કરે છે. ઉપરાંત મ્યુઝિયમો એક પ્રકારનું અધ્યયન પૂરું પાડે છે. જે પુસ્તકો કે બીજે ક્યાંયથી મળતું નથી. શાળા અને મ્યુઝિયમમાં તફાવત એ છે કે શાળામાં શૈક્ષણિક ઉપકરણો એ શબ્દો છે, જ્યારે મ્યુઝિયમમાં ઉપકરણો એ વસ્તુઓ છે, એ રીતે મ્યુઝિયમ એ કલા અને વિદ્યાને પ્રેરણા આપનાર સ્થળો છે.'
યુનેસ્કોએ મ્યુઝિયમ અંગે યોજેલા સેમિનારમાં વિદ્વાનોની ચર્ચાઓના સારરૂપે મ્યુઝિયમની વ્યાખ્યા કરતાં જણાવવામાં આવેલું કે - “મ્યુઝિયમ એક એવી જાહેર સંસ્થા છે, જે પ્રજાના સામાન્ય હિત માટે સાંસ્કૃતિક મહત્ત્વના, કલાત્મક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, વનસ્પતિબાગ અને પ્રાણીબાગ, માછલીઘર વગેરેના નમૂનાઓની જાળવણી કરે છે, વિશિષ્ટ જૂથોના આનંદ માટે તેને પ્રદર્શિત કરે છે અને તેના અભ્યાસને ઉત્તેજન આપવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આમ મ્યુઝિયમો શિક્ષણના અગત્યનાં કેન્દ્રો બન્યાં છે. તે પ્રેક્ષકો વિદ્યાર્થીઓ અને સંશોધકોને ઘણી નવી માહિતી પૂરી પાડે છે અને એ રીતે શિક્ષણ અને સંશોધનમાં સહાયરૂપ થાય છે.
યુઝિયમ શબ્દનું મૂળ ગ્રીક ભાષાના શબ્દ “મ્યુઝ” (Musc)માંથી મળે છે. મ્યુઝિયમનો એક અર્થ “યુઝ"નામની દેવીનું મંદિર કે ઘર એવો થાય છે. ગ્રીસમાં કલા, સંગીત, ઉત્સવ વગેરે સાથે સંકળાયેલ નવ યુ એટલે કે નવ દેવીઓની માન્યતા પ્રવર્તતી હતી. Museum દરેક અક્ષરને જુદા પાડીને તેનો સામૂહિક અર્થ આ રીતે તારવી શકાય : M =Man's
= માણસોનું U =Ultimate
= અંતિમ S =Surrounding
== આસપાસની સ્થિતિ * આસિસ્ટંટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ,
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૪૫
For Private and Personal Use Only