Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખમીરવંતી જાતિ . મેર પુરુષે દરબારી ઠાઠની પાઘડી પહેરી છે. પિંડીથી ચપોચપ કસોકસ ચોરણી છે. કમ્મરે ભેટ હાથમાં કડિયારી લાકડી છે. કેડિયું, ઓછી ચાળનું ઓછા ઘેરવાળું છે. ખભે ખેસ છે. પુરુષ મજબૂત બાંધાનો જણાય છે. ગળામાં પરવાળાના પારાવાળી માળા છે. કાનમાં શિશોરિયા, પગમાં જોડા છે. મેર સ્ત્રીએ સફેદ રંગમાં લાલગુલાબી ફૂલની ડિઝાઈનવાળી ઓઢણી પહેરી છે. એક પગ ઢાંકેલો છે. બીજા પગમાં કાંબી-કડલું છે. પગની અંગૂઠીમાં કડી પાંતી પહેરેલી છે. હાથમાં બલોયું છે. ડોકમાં ઝૂમણાં મોહનમાળા છે. કાનમાં વડલા છે. સ્ત્રીના ખોળામાં બાળક છે. બેઠેલા બાળકને માથે ઊનની ટોપી છે, આ ડાયરામાં સાદા ચિત્રકામવાળા મેરના નાનાં નાનાં ઝુંપડાંઓ તેમના જીવન તથા વાતાવરણનો ખ્યાલ આપે એવી રીતે ઝીણવટભરી વિગતથી રજૂ થયા છે. મકાન પર દેશભરતનું તોરણ ધ્યાનાકર્ષક છે. દીવાલ પર સુંદર પશુ-પર્વતનાં ચિત્રો દોરેલાં છે. આ રીતે આ વિભાગમાં ડાયોરામાં સૌરાષ્ટ્રની કોમના પુરુષોમાં પહેરવેશમાં વિવિધ પ્રકારનાં કલાત્મક કેડિયાં જુદા જુદા પ્રકારની પાઘડી, ચોરણા, ચોરણી વગેરે જોવા મળે છે. આ નમૂનાઓ ખૂબ આબેહૂબ દર્શાવ્યા છે. સાથે સમગ્ર દેશ્યમાં દરેકમાં પાછળના ભાગમાં વિવિધ દેશ્યો છે. તેઓના જીવનનું પ્રતિબિંબ પાડતાં મકાનો, ઝૂંપડાંકૂબા સાથે તેની વિવિધ રચના-ચોરસ પથ્થર આકારો, જુદાં જુદાં પશુઓ-ગાય,ભેંસ, ઘેટાં, બકરા, ઊંટ વગેરે દેખાય છે. દશ્યમાં ખેતીથી પશુપાલન સુધી યાત્રા જોઈ શકાય છે. તેઓની સમાજરચનાની ખાસિયતો પણ જોવા મળે છે. ઘર- સુશોભનના ખ્યાલો રબારી તથા મેરના ડાયરામાં વધુ દેખાય છે. દરેક પ્રસંગને-દેશ્યને બારીકાઈથી રજૂ કરેલ છે. આ વિભાગમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભરતકામના નમૂનાઓ છે. આપણે ત્યાં જાતિગત અને પ્રાદેશિક કલા વૈવિધ્યને કારણે અનેક શ્રેણી પ્રચલિત થઈ. કાઠીભરત, મોચી ભરત, રબારી ભરત, આરીભરત, ભરવાડ ભરત વગેરે જેમાં સૌ પ્રથમ ઘાઘરાપાટમાં દેશી ભરત છે. ત્યારબાદ પછીતપાટી, ભીંતિયા, ચાકળા, તોરણ, ખોપું, ભેટસોગાદો પર ઢાંકવાનો ટેબલકલૉથ વગેરેમાં ભાતીગળ રંગોનું આયોજન દેખાય છે. સોના-રૂપાના તાર, કિનખાબ વગેરે ધ્યાન ખેંચે છે. કચ્છમાં મોચીઓએ આરીભરતની મનોહર કલા તૈયાર કરી તેના સુંદર નમૂના છે. કેટલાકમાં આભલાં ટાંકેલાં છે. ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રની આગવી ભરતકલા મોતીભરત છે. મોતીનો ઝૂલો છે. ગણેશ સ્થાપન ઉલ્લેખનીય છે. અહીં ભારતમાં રાતો, પીળો, લીલો, ભૂરો, ધોળો હીરનો દોરો વપરાયેલ છે. કાઠીભરતમાં લોકકલાનું સૌંદર્યપ્રતીક મોર, પોપટ, ચકલાં, ઝાડ, વેલબુટ્ટી વગેરે છે, ચંદરવા-પછપાટમાં શ્રીકૃષ્ણ-રૂક્મણિ વિવાહ-પ્રસંગો, રામાયણ, મહાભારત અને પુરાણોના કથાપ્રસંગો, ઉપરાંત હાથી, ઘોડા, ઊંટ વગેરે પણ સુંદર દૃશ્યો અહીં ભરતકામમાં દેખાય છે. આ ઉપરાંત પહેલે મજલે બે મોટા શોકેઈસમાં લોકસંગીતના વાદ્ય કલામય તથા આકર્ષક રીતે ગોઠવેલાં છે. નરસિંહ, મીરાં, રવિશંકર વગેરે જાણીતા સંગીતકારોના કટઆઉટ તથા સૌરાષ્ટ્રના લોકનૃત્યના અંગમરોડ વગેરેની પશ્ચાદભૂ ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરી છે. ભારતીય સંગીતનાં ચારેય પ્રકારના વાઘો અહીં પ્રદર્શિત છે. આ વાઘોની બનાવટમાં વાંસ, બરુની સોટી, બિયાનું લાકડું, વાંસની સોટી, મોટી લાકડાની દાંડી, મીણ, દૂધી, વાંસની ચીપ, ઘોડાના પૂંછડાના વાળ, જાનવરોની આંતરડાની તાંત, ચામડું, નાળિયેરની કાચલી, રેશમ દોરી વગેરેનો ઉપયોગ કરેલ છે. એક તથા બે નંબરના શોકેઈસમાં પ્રદર્શિત આ વાદ્યોને ક્રમ આપી લેબલ લગાડેલ છે, જેના આધારે-દોતારો, વિચિત્ર વીણા (રુદ્રવીણા) સાંરગી, પખવાજ, તાન્સ-ઈસરાજ-મૌરી (મોર જેવા આકારની)જંતરવીણા, રાવણહથ્થો, તંતુવાદ્ય છે. ઢોલક, ત્રાંસા, અનવદ્ય વાદ્યો છે. ભૂંગળ, મોરલી, પાવો, જોડિયો પાવો, શરણાઈ, બંસરી, રણશિંગું સુષિરવાદ્યો છે અને કરતાલ ઝાંઝ, મંજીરા ઘનવાદ્યો છે. આ રીતે આ વિભાગમાં સંગ્રહની સમૃદ્ધિ તથા આકર્ષક પ્રદર્શન-પદ્ધતિ હોઈ લોકસંસ્કૃતિના જાણકારો માટે તેમજ અભ્યાસુઓ માટે ખૂબ રસપ્રદ અને ઉપયોગી છે. પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ ૧૪૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202