________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાંદરા, કીડીખાઉં, મગર, દીપડા, વાઘ વગેરે નમૂનાઓ ટૂંકી વાર્તાના દષ્ટાંતરૂપે કલામય રીતે મસાલા ભરીને પ્રદર્શિત કર્યા છે. ડાયનાસોરની જુદી જુદી જાતિના નમૂના પણ દર્શાવાવમાં આવ્યા છે.
ઉપરાંત ગાંધી કોર્નરનો નવો વિભાગ રચવામાં આવ્યો છે. જેમાં ગાંધીજીના સમગ્ર જીવનનો વૃત્તાંત દર્શાવતી ફોટાની પેનલો, જુદી જુદી બાર ભાષામાં ગાંધીજીના હસ્તાક્ષરો, તેમના વિચારો દર્શાવતી પેનલો વગેરે દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ મ્યુઝિયમમાં પુસ્તકાલય પણ ઊભું કરવામાં આવ્યું છે, અને એક નાનું સિનેમાગૃહ પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં શૈક્ષણિક ફિલ્મો બતાવવામાં આવે છે.
આ મ્યુઝિયમનો વિકાસ કરવામાં તેના ક્યુરેટરોએ અત્યંત મહત્ત્વનો ફાળો આપ્યો હતો એમ કહી શકાય. પ્રથમ બે કયૂરેટર તરીકે વલ્લભજી હરિદત્ત આચાર્ય અને તેમના પુત્ર ગિરિજાશંકર આચાર્યે આ મ્યુઝિયમના વિકાસમાં મહત્તમ ફાળો આપ્યો હતો. વલ્લભજી આચાર્યને તો વૉટસને કાઠિવાડ સર્વસંગ્રહ લખવા માટે પોતાના સહાયક તરીકે રાખ્યા હતા. આચાર્ય વલ્લભજી ૧૮૮૮ થી ૧૯૧૦ સુધી અને પછી ગિરિજાશંકર આચાર્ય ૧૯૧૦ થી ૧૯૧૯ સુધી કયુરેકટર તરીકે રહ્યા હતા. ત્યાર પછી ૧૯૧૯ થી ૧૯૨૯ દરમ્યાન ડી.બી.ડિસ્કાલ્કર (જેમણે ૨૦૦ જેટલા ઐતિહાસિક શિલાલેખોને આવરી લેતું ઇન્સિકિસનસ ઓફ કાઠિવાડ પુસ્તક લખ્યું હતું.) ત્રીજા કયૂરેટર તરીકે રહ્યા હતા. ૧૯૨૯ થી ૧૯૩૫ સુધી ચોથા કયુરેટર તરીકે અનંત સદાશિવ ગઢે ૧૯૩૭ થી ૧૯૪૨ માં પાંચમા ક્યુરેટર તરીકે લક્ષ્મીશંકર સ્વાદિયા, છઠ્ઠા ક્યુરેટર તરીકે ૧૯૪૨ થી ૧૯૪૮ ભાસ્કરરાય લાભશંકર માંકડ નિમાયા હતા. સ્વતંત્રતા પછી જે. એમ.નાણાવટી, પી.પી.પંડયા, રાજકપૂર, બિહારીલાલ દાણી, કે.એસ.માથુર ક્રમશઃ કયૂરેટરપદે આવ્યા હતા. કે.એસ.માથુરે તો પાંચેક હજાર સિક્કાઓનું વર્ગીકરણ કર્યું હતું. ૧૯૬૮માં આ મ્યુઝિયમની પુનઃરચના કર્યા બાદ તેને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આમ, વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રના ઐતિહાસિક વારસા તરીકે, શિક્ષણના માધ્યમ તરીકે અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે સામાન્ય વ્યક્તિને મનોરંજન પૂરું પાડે છે, વિદ્યાર્થીને અભ્યાસ અને અધ્યયનમાં મદદરૂપ થાય છે. ઇતિહાસના સંશોધકને કાચી સામગ્રી પૂરી પાડે છે અને રાષ્ટ્રને ભૂતકાળના વારસા માટે ગૌરવ અપાવે છે. આ મ્યુઝિયમ એ રાજકોટના ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ રાજકોટ શહેરની મધ્યમાં કેન્દ્ર સ્થાને આવેલ છે. એટલું જ નહિ, પરંતુ તે રાજકોટ જ નહીં, પણ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનાં કેન્દ્ર તરીકે નોંધપાત્ર અને અજોડ સ્થાન ધરાવે છે.
પાદટીપ ૧. બક્ષી, સ્મિતા છે. અને દ્વિવેદી, વિનોદ પી., “મોડર્ન મ્યુઝિયમ' અભિનવ પબ્લિકેશન્સ, ન્યૂ દિલ્હી, ૧૯૭૩
પૃ. ૩ થી ૫. ૨. વિઠ્ઠલીન, એ.એસ., “મ્યુઝિયમ એન્ડ ઈટસ કન્ફસન્સ કેમ્બ્રિજ માસ પ્રેસ, ૧૯૭૦, પૃ.૭-૮ ૩. નિગમ, એમ.એલ., “જનરલ ઓફ ઇન્ડિયન મ્યુઝિયમ્સ' વોલ્યુમ ૪૦, ૧૯૮૪, ન્યૂ દિલ્હી, પૃ.૮૭ ૪. વછરાજાની, ઈલા બી. “સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમ-એક અધ્યયન', પીએચ.ડી.નો અપ્રકાશિત મહાનિબંધ, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, ૧૯૯૯, પૃ.૨ ૫. શાસ્ત્રી, નંદન હરિપ્રસાદ, “ભારતનાં મ્યુઝિયમો’ અમદાવાદ, ૧૯૮૪, પૃ.૨ ૬. અલી અબ્દુલ એ.એફ.એન., “એ શોર્ટ ગાઈડ ટુ ઇન્ડિયન મ્યુઝિયમ' કલકત્તા, ૧૯૩૦, પૃ.૧-૨ ૭. ડૉ. જાની, મુદ્રિકા અને ભૌમિક, સ્વર્ણ કમલ, “ગુજરાતનાં મ્યુઝિયમો', સરકારી પ્રેસ, વડોદરા, ૧૯૮૬, પૃ.૨ ૮. ડૉ. મોરલે ગ્રેસ મ્યુઝિયમ ટુડે, ૧૯૬૭, ડિપાર્ટમેન્ટ ઑફ મ્યુઝિઓલોજી, એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા,
૧૯૬૮, પૃ.૧
પથિક • દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે. ૨૦૦૧ • ૧૪૯
For Private and Personal Use Only